વિરપુર તાલુકાના ઘાટડા પ્રાથમિક શાળા ખાતે વાર્ષિકોત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી... - At This Time

વિરપુર તાલુકાના ઘાટડા પ્રાથમિક શાળા ખાતે વાર્ષિકોત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી…


બાળકો દ્રારા વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી વાલીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા....

વિરપુર તાલુકાના ઘાટડા પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિધાર્થીઓનો વિદાય સમારંભ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી પ્રાથમિક શાળાના આચાર્ય નીરવભાઈ ચૌધરી,બાળકોના વાલીમિત્રોએ પણ શાળાના વાર્ષિકોત્સવમાં સહભાગી બન્યા હતા વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરીને શાળાના બાળકો દ્વારા અલગ અલગ અદ્ભૂત પ્રદર્શન કર્યું હતું શાળાના વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા કે સ્વાગત ગીત, રામ આયેંગે,બેટી બચાવો નાટક, બાળગીત, એકપાત્ર,અભિનય,ભારતભૂમિને બચાવવા માટેનો મુક અભિનય, સંસ્કૃતમા નૃત્ય નાટિકા, દેશની સરહદ પર લડવા માટે તૈયાર એવા સૈનિકો માટેની પ્રસ્તુતિ, વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં દરેક બાળકને પ્રોત્સાહન મળે તે માટે શાળા પરિવાર તરફથી ઇનામ વિતરણ કરી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા બાળકોએ ભાગ લઇ પોતાનામાં રહેલી શક્તિઓ રજુ કરી ગામના લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા શાળાના આચાર્ય નીરવભાઈ ચૌધરી મારફત શાબ્દિક સ્વાગત સાથે વિદાય લઇ રહેલા બાળકોને પ્રસંગને અનુરૂપ ઉદ્દબોધન આપ્યું હતું આ કાર્યક્રમનું સ્ટેજ સંચાલન શિક્ષક અજીતસિંહ ઠાકોર મારફત કરવામાં આવ્યું સાથે ગામના આગેવાનોએ પણ પોતાના પ્રવચનમાં આ કાર્યક્રમને બિરદાવ્યો હતો આ કાર્યક્રમમા આજુબાજુના ગામમાંથી ખુબ જ મોટી સંખ્યામાં વાલીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા....

તસવીર લખાણ - ધાટડા પ્રાથમિક શાળા ખાતે વાર્ષિકોત્સવ ઉજવણી કરવામાં આવી...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.