સંસ્કૃતિના સંસ્કાર ભક્તિ અને શ્રદ્ધા નો અદભૂત નજારો એક રેલ્વે સ્ટેશને ઉપર જોવા મળ્યો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hybffxsjsawm33dt/" left="-10"]

સંસ્કૃતિના સંસ્કાર ભક્તિ અને શ્રદ્ધા નો અદભૂત નજારો એક રેલ્વે સ્ટેશને ઉપર જોવા મળ્યો.


આજે ૨૧મી સદીના આ ડિજિટલ યુગમાં આજની નવી પેઢી અને યુવા પેઢી ના નાને થી મોટા બધા જ વ્યક્તિઓ મોબાઈલ અને TV, કોમ્પ્યુટર, લેપટોપ, આઇ પેડ જેવા ગેજેટસ ના માધ્યમથી સોશિયલ મીડિયા માં ચાલતી શેખ ચિલ્લી ની વાતો થી લઇ સલાહ સૂચનો અને ગાંડી ઘેલી કોમેડી કરી રિલ્સ અને વીડિઓ બનાવતા થઈ ગયા છે અને એમાં પણ કેટલાક નવ યુવાનો અને યુવતીઓ એ ધર્મ,સંસ્કાર સંસ્કૃતિ અને શ્રદ્ધા તો જાણે માળિયે મૂકી દીધા,

સભ્ય સમાજ ની વાતો કરતા નવી પેઢી અને બાળકો ધર્મ અને સંસ્કાર ભૂલ્યા, ઘર આંગણે રમતી જૂની રમતો રમવાનું ભૂલ્યા,વાંચન ભૂલ્યા, ભાઈ ભાઈ વચ્ચે નો પ્રેમ ઓછો થઈ રહ્યો છે, ભાઈ બહેન વચ્ચે નો પ્રેમ અને લાગણીઓ નો પણ અભાવ જોવા મળી રહ્યો છે , પતિ પત્ની વચ્ચે મતભેદ અને મનભેદ થી આજે સભ્ય સમાજમાં મોટા પાયે માઠી અસરો જોવા મળી રહી છે, અનેક ઘર પરિવાર તૂટવા લાગ્યા છે અને સાથે સાથે પોતાના ઇષ્ટ દેવની સેવા પૂજા કરવાની પણ ભૂલવા લાગ્યા છે ત્યારે...

તારીખ ૨૮ જાન્યુઆરી ૨૦૨૩ માં રાત્રે ૧૨ : ૧૦ કલાકે ગુજરાત ના એક રેલ્વે સ્ટેશન ઉપર ભક્તિ અને શ્રદ્ધા સાથે અદભૂત સંસ્કારી નજારો જોવા મળ્યો હતો જેમાં...

પાટીલ પરિવાર ના બધા સભ્યો પારિવારિક પ્રસંગમાં બહાર ગામ જવા નીકળ્યા હતા જેમાં માતા પિતા સહિત નેહા પાટીલ નામ ની દિકરી અને સોહમ પાટીલ નામનો દીકરો આ પરિવાર ઘરે તાળું મારી બહાર ગામ જતા હોય ઘરે ભગવાન એકલા રહી જશે અને તેમની સેવા પૂજા કરનાર કોઈ ઘરે ન હોવાથી આ પાટલી પરિવાર ની દિકરી નેહા અને દિકરો સોહમ પોતાના ઘરે પૂજા સ્થાનમાં બેસાડેલા ભગવાન શ્રી કૃષ્ણ ને પોતાની સાથે ટ્રેનમાં બહાર ગામ પ્રસંગમાં સાથે લઈ જતા ગુજરાત ના એક રેલ્વે સ્ટેશને ઉપર જોવા મળ્યા હતા,

ઉપરોકત તસવીર માં વાચક મિત્રો આપ સૌ જોઈ શકો છો કે પાટીલ પરિવાર ના સભ્યો ભગવાન શ્રી કૃષણ ને ઠંડી ની ઋતુમાં ઠંડીના વસ્ત્રો સાથે એક બેઠકમાં વિરાજમાન કરી સાથે લઈ જતાં જોવા મળ્યા હતા જ્યાં રોજ લાલજી ની પૂજા અર્ચના સચવાય સાથે સાથે આ પાટીલ પરિવાર ની ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે અખૂટ શ્રધ્ધા અને હૃદય સ્પર્શ કરે એવી ભક્તિ સાથે પોતાના ધર્મની સંસ્કૃતિની અને સંસ્કારોની ઝાંખી જોવા મળી હતી અને આ દિકરી અને દિકરા ના હાથ માં કોઈ પણ પ્રકાર ના ૨૧મી સદી ના ગેજેટ્સ જોવા ન મળ્યા હતા જે નોંધનીય હતું,

આ પાટીલ પરિવાર ના બંને દિકરી નેહા અને દિકરા સોહમ ના જીવનમાં શ્રદ્ધા અને સંસ્કારો નું સિંચન કરતા તેમના માતા પિતા ધન્ય છે અને પાટીલ પરિવાર ને દરેક શ્રી કૃષ્ણ ના ભક્તો તરફથી વંદન,

સામાન્ય દૃષ્ટિએ સભ્ય સમાજ ની નવી પેઢી માટે ખુબજ મોટો સંદેશ કહી શકાય ને આ ઉપરોકત ફોટા માં જોવા મળતા નાના બાળકો પાસે સૌ કોઈ એ ખરેખર કંઇક તો શીખવું જ જોઈએ.

Report by :- Keyur Thakkar

Ahmedabad.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]