ખેડચાંદણીના શારદાબેન હીંચકા બનાવીને આત્મનિર્ભર બન્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/gt7prn722wr1xw9h/" left="-10"]

ખેડચાંદણીના શારદાબેન હીંચકા બનાવીને આત્મનિર્ભર બન્યા


ખેડચાંદણીના શારદાબેન હીંચકા બનાવીને આત્મનિર્ભર બન્યા

*******

બ્રહ્માણી સખી મંડળ અવનવી ડિઝાઇન અને આકારના સુંદર હિંચકા બનાવે છે

**********

     સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ખેડ ચાંદણીના પ્રજાપતિ શારદાબેન હીંચકા બનાવીને આત્મનિર્ભ બન્યા છે. બ્રહ્માણી સખી મંડળમાં ૧૦ બહેનોનું ગ્રુપ હીંચકા બનાવવાની કામગીરી કરીને સ્વરોજગારી મેળવી  આત્મનિર્ભરતા તરફ પોતાના ડ્ગ માંડી રહ્યું છે.

        આ મંડળના શારદાબેન જણાવે છે કે,  છેલ્લા બે વર્ષથી તેઓ આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. તેઓ આ પ્રવૃતિ થકી મહિને ૮ થી ૧૦,૦૦૦ જેટલી માસીક આવક મેળવી શકે છે. આ સખી મંડળમાં બહેનો દ્વારા હિંચકાઓ, ફૂલદાની, હેગિંગ ગાર્ડન, બેસવા માટે માંચી જેવી અવનવી   વસ્તુઓ બનાવવામાં આવે છે. અલગ અલગ સાઈઝના અને વિવિધ આકારોના હિંચકાઓ તેઓ બનાવી લે છે. આ હિંચકાઓની કિંમતન આકાર અને ડિઝાઇન પ્રમાણે હોય છે. તેઓ ૧૫૦૦/- રૂ. થી લઈને સાતથી આઠ હજાર સુધીના હિંચકા બનાવે છે. ફૂલદાની, હેગિંગ ગાર્ડન, માંચી જેવી વસ્તુઓની કિંમત પણ સારી મળી રહે છે. તેમની પાસે લોકો જન્મદિવસ માટે, કોઈ પ્રસંગે ગિફ્ટ કરવા માટે, પોતાના ઘર માટે વિવિધ જાતના હિંચકાઓનો ઓર્ડર આપે છે અને ઓર્ડર પ્રમાણે સિલેક્ટેડ હીંચકા જ તેઓ બનાવી આપે છે. જેથી તેમને તરત તેના પૈસા મળી રહે અને બનાવેલી વસ્તુઓ નકામી પડી ન રહેવધુમાં તેઓ જણાવે છે કે,  સરકાર દ્વારા આયોજિત સખી મંડળના મેળાઓમાં પણ તેઓ પોતાના સ્ટોલ બનાવવા માટે વિવિધ વસ્તુઓનું નિર્માણ કરીને લઈ જાય છે જેના થકી તેમને અને તેમના પરિવારને સારી એવી રોજગારી મળી રહે છે. તેઓ પોતાના નવરાશના સમયમાં આ હિંચકા બનાવે છે. જેથી સમયનો સદ ઉપયોગ થાય અને આવક ઉભી થવાથી ઘર ખર્ચમાં મદદ મળી ર

abidali bhura himatnagar


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]