હર ઘર તિરંગાઅંતર્ગત દરેક ખેડૂત ભાઇ-બહેન પોતાના ઘરે અને ખેતરે તિરંગો લહેરાવે તે માટે ખાસઅપિલ કરાઇ હતી

હર ઘર તિરંગાઅંતર્ગત દરેક ખેડૂત ભાઇ-બહેન પોતાના ઘરે અને ખેતરે તિરંગો લહેરાવે તે માટે ખાસઅપિલ કરાઇ હતી


હર ઘર તિરંગા અંતર્ગત દરેક ખેડૂત ભાઇ-બહેન પોતાના ઘરે અને ખેતરે તિરંગો લહેરાવે તે માટે ખાસ અપિલ કરાઇ હતી
******
સેન્ટર ફોર એક્સેલેન્સ વદરાડ ખાતે ૩૦૦થી વધુ ખેડૂત ભાઇ-બહેનોને ખેતી અંગે તાલીમ અપાઇ
********
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સાબરકાંઠાની સાબરડેરી ખાતેથી ખેડૂત-પશુપાલક ભાઇઓ-બહેનોને તા. ૧૩થી ૧૫ ઓગસ્ટ દરમિયાન હર હર તિરંગા અભિયાનમાં જોડાવા આહવાન કર્યું હતું.
આ આહ્વાનને પગલે સાબરકાંઠા જિલ્લાના બાગાયત વિભાગ દ્રારા પ્રાંતિજના વદરાડના સેન્ટર ફોર એક્સેલેન્સ ખાતે 300 થી વધુ ખેડૂત ભાઈ બહેનોને તાલીમ અપાઇ હતી. આ તાલીમ શિબિરમાં ટુલ્સ ઇક્વિપમેન્ટ સહાયના લાભાર્થીઓ, ટ્રેલિસ મંડપ સહાયના લાભાર્થીઓ તેમજ મહિલા વૃતિકા તાલીમની મહિલાઓને હર ઘર તિરંગા અભિયાન હેઠળ પોતાના ઘરે અનેક ખેતરે દેશની આન-બાન શાન રાષ્ટ્રધ્વજને લહેરાવવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ સાથે તિરંગાને કેવી રીતે લહેરાવો તે અંગેની તાલીમ આપવામાં આવી હતી. જેથી તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા વહિવટી તંત્ર સક્રિય પ્રયાસ કરી રહ્યું છે.

abidali bhura himatnagar


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »