સાળંગપુર અને સરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા ૨૭ સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું : ૧૭ જેટલા દુકાન ધારકો પાસેથી રૂ.૧૫૫૦ નો દંડ વસુલ કરાયો - At This Time

સાળંગપુર અને સરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા ૨૭ સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું : ૧૭ જેટલા દુકાન ધારકો પાસેથી રૂ.૧૫૫૦ નો દંડ વસુલ કરાયો


સાળંગપુર અને સરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા ૨૭ સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું : ૧૭ જેટલા દુકાન ધારકો પાસેથી રૂ.૧૫૫૦ નો દંડ વસુલ કરાયો

બોટાદ જિલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સ સેલ કામગીરી કરી રહ્યું છે.જે અન્વયે ગઇકાલે સાળંગપુર ગામમાં શાળા પાસે ટાસ્ક ફોર્સ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ /રેડ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા નાંના-મોટા વેપારીઓ,પાન-ગલ્લા પાર્લર વગેરે ૧૪ સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરી ૦૮ જેટલા દુકાન ધારકો પાસેથી રૂ.૬૫૦/-અંકે રૂપિયા છસો પચાસ રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવેલ હતો. તેવી જ રીતે સરવા ગામમાં શાળા પાસે ટાસ્ક ફોર્સ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ /રેડ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં ૧૩ સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરી ૦૯ જેટલા દુકાન ધારકો પાસેથી રૂ.૯૦૦/-અંકે રૂપિયા છસો પચાસ રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવેલ હતો જેમાં વેપારીઓ દ્વારા “તમાકુથી કેન્સર થાય છે” અને “૧૮ વર્ષથી નાની ઉંમરની વ્યક્તિને તમાકુનું વેચાણએ દંડનીય ગુનો છે” અને “સિગારેટ તથા બીડીના છુટક વેચાણ પ્રતિબંધિત છે.” એવું લખાણ સાથે પાકા બીલ વગરની પરદેશી બનાવટની ઈમ્પોટેડ સિગારેટનું બિન અધિકૃત રીતે વેચાણ સહિતની બાબતો આવરી લેવામાં આવી હતિ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. અજ્ય જંજરૂકીયા, મેડિકલ ઓફિસરશ્રી ડૉ. રશ્મીબેન પુનવાની અને ડૉ.મુકેશભાઈ લાડુમોર ,અને આયુષ મેડિકલ ઓફિસરશ્રી ડો.ભાવિન શિલું, પી.એસ.આઇ.શ્રી શિવાંગ ભટ્ટ, હેડ કોન્સ્ટેબલશ્રી અશોકભાઈ પરમાર પી.એચ.સી.સુપરવાઈઝરશ્રી શૈલેષભાઈ પરમાર આ કામગીરીમાં જોડાયાં હતાં.

રિપોર્ટ, નિકુંજ ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.