મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ,પૂજનીય સંતો,હરિભક્તો એ કર્યું મતદાન. - At This Time

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ,પૂજનીય સંતો,હરિભક્તો એ કર્યું મતદાન.


વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત રાષ્ટ્રના મહાન પર્વ - મતદાનની ઉત્સાહભેર ઉજવણી કરતા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા પૂજનીય સંતો અને હરિભક્તો એ આજ રોજ સવારે વહેલા રાષ્ટ્રહિત માં કર્યું મતદાન,

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે સંતમંડળે સહિત લોકસભા ચૂંટણી ૨૦૨૪ ના ત્રીજા તબક્કા માટે મતદાન કર્યું, પ.પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે મણિનગર, અમદાવાદની દુર્ગા સ્કૂલમાં સવારે ઉમંગભેર મતદાન કર્યું, લોકસભા ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી ત્યારે સવારના ૭:૦૦ વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાથી શહેરીજનો દરેક મતદાન બુથ પર લાઈન લગાવીને ઊભેલા જોવા મળી રહી છે,

આજે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સંતમંડળે સહિત ગત રાત્રે કચ્છમાંથી હવાઈ માર્ગે લોકસભા ચૂંટણીનું મતદાન કરવા ખાસ અમદાવાદ પધાર્યા હતા, ગુજરાતની લોકસભાની બેઠકો અને પાંચ વિધાનસભાની બેઠકો માટે આજે મતદાન થઈ. રહ્યું છે તમામ મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી મતદારો મતદાન કરવા કતાર લગાવીને ઊભા જોવા મળ્યા હતા, સાથે જ તમામ મતદાન કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો,

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે તથા મોટી સંખ્યામાં સંતોએ મતદાન કર્યું, મતદાનને લઈ સવારથી જ લોકોમાં અમેરો ઉત્સાહ અને રાષ્ટ્ર પ્રેમ જોવા મળી રહ્યો હતો,

પ.પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજે જણાવ્યું હતું કે મતદાન લોકશાહીના મહાપર્વનો અવસર છે ત્યારે આ મહાપર્વમાં દરેક મતદારે પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરે અને લોકશાહીનું જતન કરવામાં સહભાગી બને તે માટે પ્રોત્સાહિત પણ કર્યા, ઘણા દિગ્ગજોની કિસ્મતનો ફેંસલો જનતા જનાર્દન કરશે, લોકસભા સત્તા માટે મુખ્ય ટક્કર ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે છે પણ કેટલીક બેઠકો પર આમ આદમીના ઉમેદવારો મેદાનમાં હોઈ ત્રિપાંખિયો જંગ જામશે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.