હાલોલ-વડોદરા હાઇવે પર એસટી અકસ્માત. - At This Time

હાલોલ-વડોદરા હાઇવે પર એસટી અકસ્માત.


વડોદરા પાસે પસાર થતા હાલોલ-વડોદરા હાઇવે પર એસટી બસનો હાઇવે ઓથોરીટીના વાહન સાથે અકસ્માત થયાની ઘટના સામે આવી છે. જેમાં બસમાં ચઢવા-ઉતરવાનો દરવાજો સંપૂર્ણ ચગદાઇ જતા મુસાફરો ડ્રાઇવર કેબિનમાં જવાના રસ્તે ઉતર્યા હતા. આ ઘટનામાં કોઇ ગંભીર ઇજા પહોંચવાનું હજી સુધી સામે આવ્યું નથી હાલોલ-વડોદરા હાઇવે પર ST બસનો અકસ્માત, આખો દરવાજો ચગદાઇ જતા ડ્રાઇવર કેબિનથી બહાર નિકળ્યા મુસાફરોવડોદરા પાસે પસાર થતા હાલોલ-વડોદરા હાઇવે પર એસટી બસનો હાઇવે ઓથોરીટીના વાહન સાથે અકસ્માત થયાની ઘટના સામે આવી છે. જેમાં બસમાં ચઢવા-ઉતરવાનો દરવાજો સંપૂર્ણ ચગદાઇ જતા મુસાફરો ડ્રાઇવર કેબિનમાં જવાના રસ્તે ઉતર્યા હતા. આ ઘટનામાં કોઇ ગંભીર ઇજા પહોંચવાનું હજી સુધી સામે આવ્યું ગુજરાત પોલીસ દ્વારા સડક સુરક્ષાને લઇને અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. છતાંય છાશવારે અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. કેટલીક વખતતો સલામત ગણાતી એસટીની સવારી પણ અકસ્માતનો ભોગ બનતી રહે. છે. આજે પણ આવી જ એક ઘટના સામે આવી છે. આજે સવારના સમયે હાલોલ-વડોદરા હાઇવે પર મુસાફરોને લઇ જતી એસટી બસને લીલોરા ગામ પાસે હાઇવે ઓથોરીટીના વાહન સાથે અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં આગળથી જોરદાર ધક્કો લાગતા બસનો આગળનો ભાગ ચગદાઇ ગયો હતો. અકસ્માતમાં હજી સુધી કોઇ પણ મુસાફરને ગંભીર ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું નથી. પરંતુ બસમાં ઉતરવા-ચઢવાનો દરવાજો સંપૂર્ણ ચગદાઇ જવાને કારણે મુસાફરોએ ડ્રાઇવર કેબિન તરફથી ચઢવા માટે ઉપયોગમાં લેવાતો રસ્તો પસંદ કર્યો હતો. અકસ્માતની જાણ થતા સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે એસટી બસની સવારી દિવસેને દિવસે જોખમી બની રહી હોવાની લોકચર્ચાઓએ જોર પકડ્યું છે. સમયાંતરે અકસ્માતના સામે આવતા કિસ્સાઓને લઇને તંત્ર કોઇ નક્કર કાર્યવાહી કરે છે કે નહિ તે તો આવનાર સમય જ બતાવશે.
9664500152


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.