*આદિમ જાતી બહુલ જાંબુરમાં ધમાલ નૃત્ય સાથે લોકશાહીના પર્વની રંગેચંગે શરૂઆત* - *'વસુધૈવ કુટુંબકમ્’ થીમ પર આધારિત મતદાન મથક પર આસોપાલવના તોરણ બંધાયા* - તાલાલા વિધાનસભા મતવિસ્તારમાં ‘વસુધૈવ કુટુંબકમ્’ની થીમ આધારિત માધુપુર-જાંબુર ગામ PVTG (Particularly Vulnerable Trible Group) એફ્રો-એશિયા સીદી સમાજના આદિવાસી લોકો વસવાટ કરે છે. જેની ભાતીગળ સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને માધુપુર-જાંબુર ગામમાં પારંપરિક સંસ્કૃતિ આધારિત મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે. જ્યાં આસોપાલવના તોરણો બાંધી મતદારોને આવકારવામાં આવી રહ્યાં છે. આ મતદાન મથકો પર એફ્રો-એશિયા સીદી સમાજના આદીવાસી લોકોના સાંસ્કૃતિક વારસાને અનુરૂપ પ્રાકૃતિક રંગોથી રંગોળી તેમજ ભીંત ચિત્રો ચિતરવામાં આવ્યાં છે. જંગલ થીમને ધ્યાને રાખી આસોપાલવ / આંબાના પાનથી તોરણ લગાવવામાં આવ્યાં છે. સીદી સમુદાયના સાંસ્કૃતિક વારસાને અનુરૂપ પોસ્ટર-બેનર્સ વગેરે પ્રદર્શિત કરાયાં છે. તદુપરાંત, ઢોલ-નગારા સાથે સીદી સમાજના પરંપરાગત ધમાલ નૃત્ય કરી મોટી સંખ્યામાં પારંપરિક પોશાક સાથે સીદી સમાજના મતદારો મતદાન કરવા આજે સવારે ઉમટી પડ્યાં હતાં. આ ઉપરાંત મતદાન મથક પર સ્ટાફ ટ્રાઇબલ કેપ પહેરીને ચૂંટણી ફરજ બજાવી હતી. - At This Time

*આદિમ જાતી બહુલ જાંબુરમાં ધમાલ નૃત્ય સાથે લોકશાહીના પર્વની રંગેચંગે શરૂઆત* ——- *’વસુધૈવ કુટુંબકમ્’ થીમ પર આધારિત મતદાન મથક પર આસોપાલવના તોરણ બંધાયા* ——— તાલાલા વિધાનસભા મતવિસ્તારમાં ‘વસુધૈવ કુટુંબકમ્’ની થીમ આધારિત માધુપુર-જાંબુર ગામ PVTG (Particularly Vulnerable Trible Group) એફ્રો-એશિયા સીદી સમાજના આદિવાસી લોકો વસવાટ કરે છે. જેની ભાતીગળ સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને માધુપુર-જાંબુર ગામમાં પારંપરિક સંસ્કૃતિ આધારિત મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે. જ્યાં આસોપાલવના તોરણો બાંધી મતદારોને આવકારવામાં આવી રહ્યાં છે. આ મતદાન મથકો પર એફ્રો-એશિયા સીદી સમાજના આદીવાસી લોકોના સાંસ્કૃતિક વારસાને અનુરૂપ પ્રાકૃતિક રંગોથી રંગોળી તેમજ ભીંત ચિત્રો ચિતરવામાં આવ્યાં છે. જંગલ થીમને ધ્યાને રાખી આસોપાલવ / આંબાના પાનથી તોરણ લગાવવામાં આવ્યાં છે. સીદી સમુદાયના સાંસ્કૃતિક વારસાને અનુરૂપ પોસ્ટર-બેનર્સ વગેરે પ્રદર્શિત કરાયાં છે. તદુપરાંત, ઢોલ-નગારા સાથે સીદી સમાજના પરંપરાગત ધમાલ નૃત્ય કરી મોટી સંખ્યામાં પારંપરિક પોશાક સાથે સીદી સમાજના મતદારો મતદાન કરવા આજે સવારે ઉમટી પડ્યાં હતાં. આ ઉપરાંત મતદાન મથક પર સ્ટાફ ટ્રાઇબલ કેપ પહેરીને ચૂંટણી ફરજ બજાવી હતી.


*આદિમ જાતી બહુલ જાંબુરમાં ધમાલ નૃત્ય સાથે લોકશાહીના પર્વની રંગેચંગે શરૂઆત*
-------
*'વસુધૈવ કુટુંબકમ્’ થીમ પર આધારિત મતદાન મથક પર આસોપાલવના તોરણ બંધાયા*
---------
તાલાલા વિધાનસભા મતવિસ્તારમાં ‘વસુધૈવ કુટુંબકમ્’ની થીમ આધારિત માધુપુર-જાંબુર ગામ PVTG (Particularly Vulnerable Trible Group) એફ્રો-એશિયા સીદી સમાજના આદિવાસી લોકો વસવાટ કરે છે. જેની ભાતીગળ સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને માધુપુર-જાંબુર ગામમાં પારંપરિક સંસ્કૃતિ આધારિત મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે. જ્યાં આસોપાલવના તોરણો બાંધી મતદારોને આવકારવામાં આવી રહ્યાં છે.

આ મતદાન મથકો પર એફ્રો-એશિયા સીદી સમાજના આદીવાસી લોકોના સાંસ્કૃતિક વારસાને અનુરૂપ પ્રાકૃતિક રંગોથી રંગોળી તેમજ ભીંત ચિત્રો ચિતરવામાં આવ્યાં છે. જંગલ થીમને ધ્યાને રાખી આસોપાલવ / આંબાના પાનથી તોરણ લગાવવામાં આવ્યાં છે. સીદી સમુદાયના સાંસ્કૃતિક વારસાને અનુરૂપ પોસ્ટર-બેનર્સ વગેરે પ્રદર્શિત કરાયાં છે.

તદુપરાંત, ઢોલ-નગારા સાથે સીદી સમાજના પરંપરાગત ધમાલ નૃત્ય કરી મોટી સંખ્યામાં પારંપરિક પોશાક સાથે સીદી સમાજના મતદારો મતદાન કરવા આજે સવારે ઉમટી પડ્યાં હતાં. આ ઉપરાંત મતદાન મથક પર સ્ટાફ ટ્રાઇબલ કેપ પહેરીને ચૂંટણી ફરજ બજાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.