ઉપલેટાના પૂર્વ નગરપતિએ વરસાદ બાદ કરવામાં આવતી વાવણીના શાસ્ત્રોક્ત વિધિવત અને પરંપરાગત રીતે વાવણીના શ્રીગણેશ કર્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/e08z7j7fqthgq2k0/" left="-10"]

ઉપલેટાના પૂર્વ નગરપતિએ વરસાદ બાદ કરવામાં આવતી વાવણીના શાસ્ત્રોક્ત વિધિવત અને પરંપરાગત રીતે વાવણીના શ્રીગણેશ કર્યા


(આશિષ લાલકીયા દ્વારા)
ઉપલેટા તા. ૨૦ જુન ૨૦૨૨, ઉપલેટા પંથકમાં આ વર્ષનો વરસાદ શરૂ થઈ ચૂકયો છે ત્યારે વરસાદ શરૂ થતાની સાથે જ સૌરાષ્ટ્રની પરંપરાગત મુજબ ઉપલેટાના પૂર્વ નગરપતિ ખેડૂત એવા દાનભાઈ ચંદ્રવાડિયાએ પોતાના ખેતરમાં વાવણીના શ્રીગણેશ કર્યા છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે ગુજરાતના ઘણા ખરા વિસ્તારની અંદર વરસાદ વરસ્યો છે ત્યારે વરસાદ વરસતા ની સાથે જ ઉપલેટા પંથકના ખેડૂતે પરંપરાગત રીતે પોતાના ખેતરમાં વાવણીના શ્રીગણેશ કર્યા છે.

વાવણી બાબતે સામાન્ય રીતે ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ભીમ અગિયારસના દિવસ સુકનીયાળ દિવસ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે ખેડૂતો પોતાના ખેતરોમાં આ ભીમ અગિયારસના દિવસે વાવણી કરતા હોય છે ત્યારે ઉપલેટા પંથકના ખેડૂતો પોતાના ખેતરમાં પરંપરાગત રીતે વરસાદ બાદ વાવણીના શ્રીગણેશ કર્યા હોવાનું સામે આવ્યું છે જેમાં પૂર્વ નગરપતિએ પણ વાવણી કરી હોવાનું સામે આવ્યું છે.

હાલ છેલ્લા બે-ત્રણ દિવસથી રાજકોટ જિલ્લાના ઉપલેટા તેમજ ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદે પધરામણી કરી છે ત્યારે વરસાદે પધરામણી કરતાની સાથે ઉપલેટાના ખેડૂત એવા દાનભાઈ ચંદ્રવાડીયાએ પોતાના ખેતરમાં પરંપરાગત શાસ્ત્રોક્ત વિધિવાત રીતે જૂની પરંપરા મુજબ વાવણીના શ્રીગણેશ કર્યા હોવાનું સામે આવ્યું છે જેમાં વાવણીના શ્રીગણેશ દરમ્યાન વાવણી માટેના બળદોને પરંપરાગત રીતેના પોશાકો અને શણગારો પહેરાવી અને તેમને તૈયાર કરવામાં આવ્યા હતા જે બાદ બાળકીઓ દ્વારા વાવણી કરનાર ખેડૂત તેમજ વાવણી માટેના ઉપયોગમાં લેવાતા શણગારેલા બળદોને પણ કુમકુમ તિલક કરી બંનેને તૈયાર કરવામાં આવ્યા હતા ત્યારે આ સાથે જ બાળકીઓ દ્વારા ખેતરમાં પણ કુમકુમ, સ્વસ્તિક સહિતની પણ વિધિઓ કરવામાં આવી હતી અને પરંપરાગત વિધિવત રીતે ઉપલેટાના ખેડૂતે વાવણીના શ્રીગણેશ કર્યા છે.

ઉપલેટાના પૂર્વ નગરપતિ દાનભાઈ ચંદ્રવાડિયાએ પરંપરાગત વાવણીની આ પરંપરાને જાળવી રાખી છે અને આ વર્ષે પણ વરસાદ આવતાની સાથે જ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પોતાના ખેતરમાં વાવણીના શ્રીગણેશ કર્યા છે ત્યારે આ પરંપરા જાળવી રાખનાર ખેડૂતે પોતાના ખેતરમાં આધુનિક સાધનો મુકીને પરંપરાગત રીતે તેમજ શાસ્ત્રોક વિધિવત રીતે વાવેતર કરતા નજરે પડતા આજના યુગના બાળકો માટે આકર્ષણ થયું છે ત્યારે વર્તમાન સમયની અંદર હાલ ખેડૂતો અત્યાધુનિક સાધનોથી તેમજ સંસાધનો થી વાવણીના શ્રીગણેશ કરતા હોય છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા ના આ ખેડૂતે આજે પણ શાસ્ત્રોક્ત વિધિ મુજબ અને પરંપરાગત પોશાક તેમજ વિધિવત રીતે વાવણીના શ્રીગણેશ કર્યા છે ત્યારે આ વર્ષે ખેડૂતોને સારું પરિણામ મળે અને સારો માલ થાય અને ખેડૂતો પોતાની આજીવિકા સુંદર રીતે ચલાવી શકે તે માટે ખેડૂતોને સારી ઉપજ મળે તેવી પ્રાર્થના આ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી ત્યારે આ તકે દાનભાઈ ચંદ્રવાડિયા, લોક સાહિત્યકાર દેવરાજ ગઢવી તેમજ ગઢવી સમાજની દીકરીઓ પણ આ વધામણામાં જોડાઈ હતી.

તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકીયા, ઉપલેટા (રાજકોટ)
મો. ૯૦૧૬૨૦૧૧૨૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]