ઉપલેટામાં ટીકીટના કાળા બજારી કરતા વ્યક્તિની ઓફિસમાં રેલ્વે ક્રાઈમ બ્રાન્ચે કરી રેડ: રૂ.૧.૧૫ લખાણ મુદામાલ જપ્ત કરી રેલ્વે ધારા મુજબ નોંધાયો ગુનો - At This Time

ઉપલેટામાં ટીકીટના કાળા બજારી કરતા વ્યક્તિની ઓફિસમાં રેલ્વે ક્રાઈમ બ્રાન્ચે કરી રેડ: રૂ.૧.૧૫ લખાણ મુદામાલ જપ્ત કરી રેલ્વે ધારા મુજબ નોંધાયો ગુનો


અનઅધિકૃત રીતે ટીકીટો વેંચાતી હોવાની બાતમીના આધારે ભાવનગર રેલ્વે ક્રાઈમ બ્રાંચે કરી હતી ઉપલેટામાં રેડ

(આશિષ લાલકીયા દ્વારા)
ઉપલેટા તા. ૨૦ જુન ૨૦૨૨, ઉપલેટામાં રેલ્વેની ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે દરોડો પાડીને ઈ-ટીકીટના અનાધિકૃત વ્યાપાર કરનાર ઉપલેટાના એક વ્યક્તિને તેમની ઓફીસ ખાતેથી તપાસ દરમિયાન ઝડપી લીધો હતો જેમાં રેડ દરમિયાન અંદાજે કુલ ૧,૧૫,૦૦૦ રૂપિયા કિંમતની ૨૭ ટીકીટો ઝડપી પાડી હતી જે બાદ રેલ્વે પોલીસે ઝડપાયેલ વ્યક્તિ વિરૂદ્ધ રેલ્વેની ટિકીટોની કાળાબજારી કરવા બદલ રેલ્વેની સેક્શન ૧૪૩ રેલ્વે એક્ટ ૧૯૮૯ મુજબનો ગુનો નોંધી સમગ્ર બાબતે વધુ પુછતાછ અને તપાસ શરૂ કરી હતી જેમાં ઝડપાયેલ વ્યક્તિને રાજકોટ રેલ્વે કોર્ટમાં રજુ કરાતા કોર્ટે જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી દીધેલ હતો જે બાદ બે દિવસ બાદ જામીન પર મુક્ત થયો હોવાની વિગતો સામે આવી છે ત્યારે હાલ સમગ્ર બાબતે રેલ્વે વિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર પોરબંદર રેલ્વે પી.આઈ. મહેશભાઈ ચૌહાણ તેમજ હેડ કોન્સ. જગદીશભાઈ ડાંગર પાસેથી મળતી માહિતી મુજબ ઉપલેટા શહેરના નટવર રોડ પર આવેલ અઝીમ ઓનલાઈન નામની દુકાનમાં ભાવનગર રેલ્વે ડીવીઝનની રેલ્વે ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીના આધારે એ.એસ.આઈ. કનુભાઈ ખાચર, હેડ કોન્સ. જગદીશભાઈ ડાંગર તેમજ સચિન શર્મા બાતમી આધારે તપાસ અર્થે આવ્યા હતા જેમાં તેમને બાતમી હતી કે ઉપલેટામાં પર્સનલ આઈ.ડી. નો ઉપયોગ કરીને અનાધિકૃત રીતે ટીકીટની કાળાબજારી થતી હોવાની બાતમીના આધારે તપાસ કરતા તેમની પર્સનલ આઈ.ડી. માંથી ટીકીટ બુક કરતા હોવાનું માલુમ પડ્યું હતું જે બાદ પોલીસે સમગ્ર બાબતે તપાસ કરતા તપાસમાં ૨૭ જેટલી ટીકીટો મળી આવી હતી જે બાદ ભાવનગર રેલ્વે વિભાગની ક્રાઈમ બ્રાન્ચે અમીઝ ઓનલાઈનના ઈમરાન બસીરભાઈ કાજલીયા વાળા ને ઝડપી લીધો.

ઝડપાયેલ વ્યક્તિને પોરબંદર રેલ્વે પોલીસ વિભાગને સોંપવામાં આવેલ હતો જે બાદ તેમને રાજકોટ રેલ્વે કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે તેમને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી દીધેલ હતો જેમાં બે દિવસ બાદ કોર્ટે ઝડપાયેલ વ્યક્તિને જામીન પર મુક્ત કર્યા હોવાનું ત્યારે ઉલ્લેખનીય છે કે ઉપલેટામાં આગાઉ પણ આ પ્રકારની કાળાબજારી ઝડપાઈ હોવાની પણ વિગતો સામે આવી છે જે બાદ હાલ તપાસ એ.એસ.આઈ. સજી યુ ચલાવી રહ્યા છે ત્યારે ઉપલેટામાં પડેલી રેડ બાદ સમગ્ર બાબતેને દબાવવા અને મામલો રફેદફે કરવા માટેના અનેકો પ્રયત્નો ખુબ કરાયા હતા પરંતુ રેલ્વે વિભાગના તટસ્થ અને બાહોશઅ ધિકારીઓ દ્વારા ગેરરીતી કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરતા કાળાબજારી કરતા આ પ્રકારના વ્યક્તિઓમાં હાલ ખુબજ ફફડાટ ફેલાયો છે ત્યારે આ મામલામાં અને આ પ્રકારના વ્યવસાયમાં વધુ અગાઉ કેટલું અને અત્યાર સુધીની તટસ્થ તેમજ ઊંડાણપૂર્વક તપાસ થાય તો હજુ પણ ઘણું બધું બહાર આવી શકે તેવો અનુમાન લગાવી શકાય છે.

આ સાથે ઝડપાયેલ વ્યક્તિ વિષેની પ્રાપ્ત વિગતો અનુસાર આ વ્યક્તિ છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન બુકિંગનો વ્યવસાય કરે છે ત્યારે વધુમાં એવું પણ જાણવા મળ્યું છે કે ઝડપાયેલ ઈમરાન બસીરભાઈ કાજલીયા વાળા ઉપલેટા મુસ્લિમ સમાજની એક શેક્ષણિક સંસ્થાનો ચેરમેન પણ છે જેથી આ જગ્યા પર રહેલા વ્યક્તિ આવા પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ કરે ત્યારે તેમની સમાજ પર ખુબ ખરાબ અસર પડવાની શક્યતા સામે આવી શકે છે ઉપરાંત જે સંસ્થા સાથે સંકળાયેલ છે તે સંસ્થામાં પણ આ ગુનાહિત પ્રવૃતિની ખુબ ખરાબ અસર પડી શકે છે તેવું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે.

તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકીયા, ઉપલેટા (રાજકોટ)
મો. ૯૦૧૬૨૦૧૧૨૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon