છત્તીસગઢ રાજ્યના એક માનસિક અસ્થિર મગજના ખોવાયેલ વ્યક્તિનું ઉપલેટા માંથી ૧૮ વર્ષ બાદ પોતાના પરિવાર સાથે મિલન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/d4t6lp4kjkyqvogj/" left="-10"]

છત્તીસગઢ રાજ્યના એક માનસિક અસ્થિર મગજના ખોવાયેલ વ્યક્તિનું ઉપલેટા માંથી ૧૮ વર્ષ બાદ પોતાના પરિવાર સાથે મિલન


ઉપલેટાની સીયારામ હોટલ ખાતે ૧૧ વર્ષ પહેલા ભટકતો-ભટકતો આવી પહોંચ્યો હતો

ટેકનોલોજીનો ઉપયોગ કરી અને સંશોધક કરીને સંપર્ક કરવો તે ફાયદાકારક સાબિત થાય તેમનો આ ઉત્તમ ઉદાહરણ

(આશિષ લાલકીયા દ્વારા)
ઉપલેટા તા. ૨૦ જુન ૨૦૨૨, ઉપલેટામાં આવેલ ડુમીયાણી ટોલ પ્લાઝા પાસે આવેલ આ છે સીયારામ હોટેલ કે જ્યાં આજથી અગિયાર વર્ષ પહેલા એક ભિક્ષુક અને માનસિક અસ્થિર જેવો દેખાતો એક વ્યક્તિ હોટલ ખાતે રખડતો આવી પહોંચ્યો હતો. ઉપલેટાની આ સીયારામ હોટેલ ખાતે આવતા ભિક્ષુકોને સાધુ તેમજ ફકીરોને જ્યારથી આ હોટલ શરૂ કરવામાં આવી ત્યારથી વિનામૂલ્યે પેટભર જમાડવામાં આવે છે અને માનવતા જીવે છે એ સુત્રને સાર્થક કરવામાં આવે છે.

ઉપલેટાની આ સીયારામ હોટેલના માલિકે હોટલ પાસે આવેલ વ્યક્તિને બોલાવી અને તેમને જમાડ્યો હતો જે બાદ આ હોટલ ખાતે આવી પહોંચેલા આ વ્યક્તિની સ્થિતિ જોતા તેમને માનસિક અસ્થિત દેખાતો હતો ત્યારે હોટલના માલિક પ્રવીણભાઈએ ખરાબ હાલતમાં દેખાતા વ્યક્તિની સ્થિતિ સરખી કરવા તેમને સંપૂર્ણ સ્વસ્થ કરી અને તેમની દેખાતી ખરાબ સ્થિતિને સુધારી હતી જે બાદ આ વ્યક્તિને પોતાને ત્યા આશરો આપ્યો હતો ત્યારે આ પરથી એક કહેવત પણ સાર્થક થઇ છે કે “આશરો આહીરનો” તે કહેવતને હોટલના માલિકે સાબિત કરીને માનસિક અસ્થિર મગજના આ વ્યક્તિને પોતાને ત્યા રેહવા અને જમવાની વ્યસ્થા કરી આપી હતી.

હોટલ ખાતે આવેલ આ વ્યક્તિને હોટલના સૌ કોઈ વ્યક્તિઓ રાજુ તરીકે બોલાવતા અને ઓળખતા હતા કારણકે આ વ્યક્તિ પોતે કોણ છે અને ક્યાંથી આવ્યો છે અને તેમના પરિવારમાં કોણ-કોણ છે એ કોઈ પણ બાબત સ્પષ્ટ રીતે બતાવી કે જણાવી નતો શકતો જેથી આ હોટલના માલિકે તેમને રહેવા, જમવા સહિતની તમામ સુવિધાઓ પોતાની હોટેલમાં આપી હતી.

હોટેલમાં આવ્યા બાદ અહિયાં જ રહેતા અને રાજુ તરીકે ઓળખતા વ્યક્તિની માનસિક સ્થિતિ સારી ના હતી જેમાં આ વ્યક્તિ ક્યારેક અતિ ક્રોધિત થઇ જતો જે બાદ આ હોટલના સૌ કોઈ તેમને માનવતા અને સમજાવતા અને શાંત પાડી દેતા હતા ત્યારે આ રાજુ તરીકે અહી રહેતા વ્યક્તિ ધીમે-ધીમે સૌ કોઈ સાથે રહેવા લાગ્યો જેમાં આહી હોટેલના સૌ કોઈ લોકો આ ક્રોધિત અને માનસિક ખબર સ્થિતિ વાળા વ્યક્તિને પોતાના પરિવારના સદસ્યની જેમ સાચવતા હોવાથી છેલ્લા અગિયાર વર્ષથી તે આ હોટલ ખાતે રહેતો હતો.

આહિયા આટલા વર્ષો સુધી સમય વિતાવનાર વ્યક્તિને હોટલના સૌ કોઈ સમયાંતરે તેમના નામ અને પરિવાર વિષે પૂછતાં હતા પરંતુ આ વ્યક્તિ પોતે બતાવી કે જણાવી શકે તેમ ન હતા જે બાદ હોટલના જ અન્ય એક માલિકે નાના બાળકની જેમાં સમજાવી અને ધીમે-ધીમે તેમની પાસેથી માહિતીઓ યાદ કરાવી અને મેળવી હતી જેમાં આ વ્યક્તિ અન્ય રાજ્યનો હોવાનું સામે આવ્યું હતું જે બાદ ટેકનોલોજીની મદદથી તેમના પરિવારને શોધીને તેમના પરિવારનો સંપર્ક સાધ્યો હતો.

સંસોધન દરમિયાન એક લુથરાશરીફ ગામની વિગત મળી હતી જે ગામની એવી વિગતો સામે આવી હતી કે આ ગામની અંદર એક મેળો ભરાઈ છે ત્યારે આ વ્યક્તિએ પણ આ ગામનો અને આ મેળાનો ઉલ્લેખ કરેલ હતો જે બાદ ફરી અંદાજ લગાવવામાં આવ્યો હતો કે આ વ્યક્તિ આ વિસ્તારનો જ હશે ત્યારે આ બાબતે વધુ તપાસ કરતા વ્યક્તિએ પોતાનું નામ સુર્યકુમાર સાહુ જણાવેલ હતું ત્યારે આ નામ એમનું સાચું ન હોવાનું પણ સામે આવ્યું હતું જે બાદ એ ગામ વિસ્તારના સાહુ નામના વ્યવસાય ધરાવતા વ્યાપારીઓનો સંપર્ક સાધવા પ્રયત્ન કરેલ હતો જેમાં ગૂગલ મેપની અંદર ઊંડાણપૂર્વક તપાસ કરેલ હતી જેમાં બાજુમાં કુકદા ગામની એક મોબાઈલ ફોનની દુકાનના વ્યક્તિનો સંપર્ક થયો હતો.

મોબાઈલની દુકાનના માલિકનો સંપર્ક થયા બાદ તેમનો સંપર્ક કરેલ હતો જે બાદ તેમની મદદ માંગવામાં આવી હતી ત્યારે આ દુકાનદારે પોતાની દુકાન બંધ કરી દીધેલ હોવાનું સામે આવ્યું હતું જે બાદ આ વ્યક્તિએ મળાઈ ગામના સ્થાનિક વ્યક્તિનો સંપર્ક સાધી આપેલ હતો જે બાદ આહી ઉપલેટા હોટેલ ખાતે રાજુ તરીકે ઓળખતા વ્યક્તિના ફોટાઓ તેમને સોસ્યલ મીડિયાના માધ્યમથી મોકલ્યા હતા જે બાદ જાણવા મળ્યું કે મળાઈ ગામનો જ છે જે બાદ તેમના પરીવાસ સાથે વિડીઓ કોલ દ્વારા વાત કરવામાં આવેલ હતું જે બાદ તેમના પરિવાર દ્વારા તેમનું ઓળખ કાર્ડ મોકલ્યું હતું જે બાદ ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિનું નામ સનત કુમાર સાહુ છે અને તે મળાઈ ગામનો જ વાતની છે.

ઉપલેટાની આ હોટલમાં રાજુ તરીકે લોકો જેમને ઓળખાતા તે વ્યક્તિનું નામ સનત કુમાર સાહુ છે અને તે તુ છાત્તીશગઢ રાજ્યના બીલાશપુર જીલ્લાના મસ્તુરી તાલુકાના મળાઈ ગામના હોવાનું સામે આવ્યું હતું જે બાદ તેમના પરીવા પાસેથી જાણવા મળ્યું કે આ વ્યક્તિ માનસિક અસ્થિર મગજનો છે અને પોતાના ઘરેથી અંદાજીત આધાર વર્ષ પહેલા ભૂલો પડી ગયો હતો ત્યારે માનસિક અસ્થિર આ વ્યક્તિના પરિવાર વિષે એવી વિગતો સામે આવી છે કે આ સનત કુમાર સાહુ પરણિત છે અને જયારે તે પોતાના ઘરેથી વિખુટા પડી ગયા હતા ત્યારે તેમને બે સંતાનો હતા જેમાં એક સંતાનતો માત્ર દસ મહિનાનું જ હતું.

આ સનત કુમાર સાહુના પરિવારમાં તેમના માતા-પિતા, ભાઈ-ભાભી, ભત્રીજા, પત્ની, બે સંતાનો હોવાનું સામે આવ્યું છે ત્યારે આ સનત કુમાર સાહુના પિતાનું તેમની ચિંતામાં જ ચાર વર્ષ પહેલા અવસાન થયેલ હોવાનું સામે આવ્યું છે જેમાં પરિવારે જણાવ્યું હતું કે આ વ્યક્તિને શોધવા માટે પરિવારે અંદાજીત ત્રણ વર્ષ સુધી સખત મહેનત કરી હતી જે બાદ પણ તેમને કોઈ પતો ના મળ્યો હતો ત્યારે 18 વર્ષ બાદ છાત્તીશગઢ રાજ્યના બીલાશપુર જીલ્લાના મસ્તુરી તાલુકાના મળાઈ ગામના સનત કુમાર સાહુ ગુજરાતના રાજકોટ જીલ્લાના ઉપલેટાના ડુમીયાણી ટોલ પ્લાઝા પાસે આવેલ સીયારામ હોટેલ ખાતેથી મળી આવ્યા બાદ તેમના પરિવારના સદસ્યો તેમને લેવા માટે તુરંત આવી પહોંચ્યા હતા ત્યારે પરિવાર સાથેના મિલન સમયે હોટલ માલિક અને સ્ટાફ તેમજ સનત કુમાર સાહુના પરિવારના સદસ્યો ભાવુક થયા હતા.

અંદાજે 18 વર્ષ બાદ છાત્તીશગઢ રાજ્યના બીલાશપુર જીલ્લાના મસ્તુરી તાલુકાના મળાઈ ગામના સનત કુમાર સાહુ ગુજરાતના રાજકોટ જીલ્લાના ઉપલેટાના ડુમીયાણી ટોલ પ્લાઝા પાસે આવેલ સીયારામ હોટેલ ખાતેથી મળી આવ્યા બાદ તેમના પરિવારના સદસ્યો તેમને લેવા માટે આવી પહોંચ્યા બાદ માનવતા આજે પણ જીવે છે તેમજ “આશરો આહીરનો” આ સુત્રને સાબિત કરી બનાત્વ્યું છે આ સાથે આજના યુગમાં ના તો જોઈ હોઈ કે ના તો સંભાળ્યો હોઈ તેવો એક કિસ્સો રાજકોટના ઉપલેટામાં સામે આવ્યો છે જેમાં ગુગલની ટેકનોલોજીના સહારે 18 વર્ષ બાદ એક પરિવારને તેમનો ખોવાયેલ વ્યક્તિ મળ્યો છે.

આ પરથી કહી શકાય છે કે ટેકનોલોજીનો સદુપયોગ કરવાથી ક્યારેક કોઈ ખોવાયેલ વ્યક્તિ પોતાના પરિવારને મળી શકે છે અને મળ્યું પણ છે તેમનું આ ઉત્તમ ઉદાહરણ પુરૂ પડતું સામે આવ્યું છે ત્યારે છાત્તીશગઢ રાજ્યના બીલાશપુર જીલ્લાના મસ્તુરી તાલુકાના મળાઈ ગામના સનત કુમાર સાહુ ફરી પોતાના પરિવાર સાથે સુખી સંપન્ન રહે અને પોતાના પરિવારથી આ કે તેમના જેવા કોઈપણ અન્ય વ્યક્તિઓ પોતાના પરિવારથી અલગ ન થાય તે માટે હોટલના માલિક સહિતના સૌ કોઈએ આ માટે ઈશ્વરને પણ પ્રાથના કરી હતી ત્યારે પરિવાર સાથે મિલન કરાવવામાં મદદ કરનાર ઉપલેટાના આ સૌ કોઈએ ઉપલેટાનું ગૌરવ વધાર્યું છે ત્યારે આ તકે સીયારામ હોટલ ખાતે ભાયાભાઈ વસરા, પ્રવીણભાઈ વસરા, સંજયભાઈ વસરા, ભુપતભાઈ વસરા તેમજ હોટલ ખાતે રોજ બરોજ આવતા મિત્રમંડળ અને અહી વ્યવસાય કરતા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકીયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]