ગીર સોમનાથ જિલ્લામાં ધોરણ 5નાં વિદ્યાર્થીઓને તેમજ વિદ્યાર્થીનીઓને નવોદય વિદ્યાલયનાં ફોર્મ ભરવામાં સર્વડાઉનનાં ધાંધિયા વાલીઓ બાળકો પરેશાન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/9ancm8sdq2j8shiw/" left="-10"]

ગીર સોમનાથ જિલ્લામાં ધોરણ 5નાં વિદ્યાર્થીઓને તેમજ વિદ્યાર્થીનીઓને નવોદય વિદ્યાલયનાં ફોર્મ ભરવામાં સર્વડાઉનનાં ધાંધિયા વાલીઓ બાળકો પરેશાન


તા:25 ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર ઉના ગીર ગઢડા સુત્રાપાડા તાલાળા વેરાવળ તાલુકામાં અનેક બાળકો ધોરણ 5ની નવોદય વિદ્યાલયની પરીક્ષા આપવા માટે તનતોડ મહેનત કરીને પરીક્ષા આપવા માટે તૈયારી કરી રહ્યા છે ત્યારે થોડા સમય પહેલાં નવોદય વિદ્યાલયમાં એડમિશન મેળવવા માટે ઓનલાઇન એપ્લિકેશન કરવાની હોય ત્યારે આજે અનેક વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને સર્વડાઉનનાં ધાંધિયાથી અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે આજે અનેક વાલીઓમાં એવો ઉકળાટ જોવા મળે છે કે સર્વડાઉનનાં ધાંધિયાથી આજે અનેક જગ્યાએ તેમનાં બાળકોનાં એડમિશન માટે ઓનલાઇન એપ્લિકેશન થતી નથી અને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે આજે વાલીઓએ સર્વડાઉનનાં ધાંધિયાથીં આજ સુધીમાં અનેક બાળકો નવોદયમાં એડમિશન કરવા માટે એપ્લિકેશન કરવા માટે આમતેમ ભટકી રહ્યા છે

અનેક વાલીઓ બાળકો ઘણી બધી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને ક્લાસીસની પણ મસ મોટી રકમ ભરી વ્યાજે પૈસા લઈને પણ કલાસીસ કરાવતાં હોય છ તેમજ તેમનાં બાળકોની ક્લાસીસ ફી લાખો રૂપિયા ભરીને એમનાં બાળકોનું ભવિષ્ય બનાવવા દોટ મૂકી છે જો એમનું બાળક એપ્લિકેશન નાં કરે તો એડમિશનથી પણ વંચિત રહી જાય તો બાળકનું જીવન પણ અંધકારમય બની જાય એવો વાલીઓમાં ભય દેખાઈ રહ્યો છે જો એમનું બાળક ઓનલાઇન એપ્લિકેશન વગર રહી જાય તો વાલીઓના પૈસાનું પાણીયારુ થઈ જાય એવો પણ ઉકળાટ જોવા મળ્યો હતો ત્યારે આજે દરેક વાલીઓની એવી માંગ છે કે ઓનલાઇન એપ્લિકેશનનો રાજ્ય સરકાર વધુ ટાઈમ આપે એવી પણ લોક માંગણી ઉઠવા પામી છે

પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]