ગોધરા ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસ તથા સશકત અને સુપોષિત કિશોરી મેળાનું કરાયું આયોજન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/efbvy9v2pogondor/" left="-10"]

ગોધરા ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસ તથા સશકત અને સુપોષિત કિશોરી મેળાનું કરાયું આયોજન


બેટી બચાવો,બેટી પઢાવો તેમજ પૂર્ણા યોજના હેઠળ કરાયું આયોજન, વ્હાલી દીકરી યોજના અંતર્ગત લાભાર્થીઓને અપાયા મંજૂરી હુકમ

ગોધરા

આજરોજ પંચમહાલ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા આઈ.સી.ડી.એસ શાખાના સંયુક્ત ઉપક્રમે બેટી બચાવો,બેટી પઢાવો તેમજ પૂર્ણા યોજના હેઠળ સ્વામિનારાયણ મંદિર હોલ, ગોધરા ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસ તથા સશકત અને સુપોષિત કિશોરી મેળાનું આયોજન કરાયું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત કિશોરીઓને અધિકારીઓ, પદાધિકારીઓ દ્વારા વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વ્હાલી દીકરી યોજના અંતર્ગત વિવિધ લાભાર્થીઓને મંજૂરી હુકમ
અપાયા હતા. પૂર્ણાં કિશોરીઓને પૂર્ણાં શિલ્ડ, પૂર્ણાં કપ તથા આઈ.ટી.આઈ અને શાળા પ્રવેશ કરેલ કિશોરીઓને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે પ્રતિજ્ઞા, સિગ્નેચર પોઈન્ટ તથા સેલ્ફી પોઇન્ટનું પણ આયોજન કરાયું હતું.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન બારીઆ, જિલ્લા પંચાયત દંડકશ્રી અરવિંદસિંહ પરમાર,સામાજિક ન્યાય સમિતિ ચેરમેનશ્રી મણીબેન, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ,મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી માધવીબેન,પ્રોગ્રામ ઓફિસરશ્રી રમીલાબેન, દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી કિરણબેન તરાલ સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ/મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]