ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨  ફોટો કેપ્શન

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨  ફોટો કેપ્શન


સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્રારા દિવ્યાંગ મતદારોમાં મતદાન અંગે જાગૃતા આવે અને લોકશાહીના આ અવસરમાં તેમની સહભાગીતા વધે તે માટે હિંમતનગર સમાજ સુરક્ષા અધિકારીની કચેરી બહુમાળી ભવન ખાતે સિગ્નેચર કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે.   

દિવ્યાંગજનો દ્રારા સિગ્નેચર કરીને તા. ૫ મી ડિસેમ્બર ૨૦૨૨ના દિવસે લોકશાહી પર્વમાં મતદાન કરવા માટેની ખાત્રી દર્શાવી અન્ય લોકોને મતદાન કરવા પ્રેરણા આપી હતી. આ કેમ્પેઇન વખતે દિવ્યાંગજનોને મતદાનના દિવસે મળનારી વિશેષ સુવિધાઓ જેવી કે મતદાન મથક સુધી અવર-જવરની સુવિધા, મુક-બધીર મતદારો માટે વિશેષ તજજ્ઞોની સુવિધા અંગે માહિતી આપી હતી.મતદારો દ્રારા અવશ્ય મતદાન કરવા માટેના શપથ લેવામાં આવ્યા હતા.   

આબિદઅલી ભુરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »