સાબરકાંઠાનો કિન્નર સમુદાય લોકશાહીના પર્વમાં ઉત્સાહ અને ઉમંગથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે- સોનલ માસી - At This Time

સાબરકાંઠાનો કિન્નર સમુદાય લોકશાહીના પર્વમાં ઉત્સાહ અને ઉમંગથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે- સોનલ માસી


વર્ષ ૨૦૧૪ થી અન્ય જાતિ કેટેગરીમાં સમાવિષ્ટ થયા બાદ એકપણ ચૂંટણીમાં મતદાન કરવાનું ચૂક્યા નથી- ચેતનામાસી

******

     ભારતના બંધારણે ભારતીય નાગરીકને મત કરવાનો અધિકાર આપ્યો છે. જો આપણે તમામ અધિકારોને ક્યારેય જતા નથી કરતા તો  મતદાનના અધિકારને માત્ર ફરજ કેમ સમજી જતો કરીએ છીએ, વ્યસ્તતા કે અન્ય બહાનુ બતાવી આપણી આ પવિત્ર ફરજને નથી નિભાવતા જે એક ગુનો છે જે આપણી લોકશાહી સાથે આપણે કરી રહ્યા છીએ. આ શબ્દો છે ગુરૂમા સોનલ માસીના

    તેઓ ઉમેરે છે કે , વર્ષ ૨૦૧૪થી સુપ્રીમ કોર્ટ દ્વારા કિન્નર સમુદાયને 'અન્ય જાતિ' કેટેગરીમાં સમાવિષ્ટ કરવામાં આવી છે ત્યારથી અમને ટ્રાન્સજેન્ડર તરીકે સ્વતંત્ર રીતે મતદાન કરવાનો હક્ક મળ્યો છે. આ અગાઉ અમે પુરુષ અથવા સ્ત્રી કેટેગરીમાં મતદાન કરતા હતા. વર્ષ ૨૦૧૪થી લઇને અત્યાર સુધીમાં દરેક ચૂંટણીમાં અમે અચૂકથી મતદાન કર્યું છે.

     મતદાન કરીને ભારતીય નાગરિક હોવાના અનેરા આનંદ સાથે ગર્વની લાગણી અનુભવાય છે તેમાં પણ ખાસ કરીને જ્યારે અન્ય જાતિ એટલે કે ટ્રાન્સજેન્ડર માટેની અલાયદી કેટેગરીમાં મત આપીએ છીએ ત્યારે અમે પણ સમાજનો જ અભિન્ન હિસ્સો છીએ તેવી અનુભૂતિ થાય છે.

     અમે સમાજનો હિસ્સો છીએ સમાજના દરેક સારા પ્રસંગે લગ્ન, બાળકનો જન્મ, જનોઇ, શ્રીમંતો સંસ્કારા જેવા પ્રસંગે જઈને અમે લોકોને દુવાઓ, આશિર્વાદ આપીએ છીએ. ત્યારે આ લોકશાહીના અનેરા પાવન પ્રસંગે અમે પાછળ કેવી રીતે રહી શકીએ. મને પુરી ખાત્રી છે કે  મારા સમાજના દરેક લોકો આ લોકશાહીના અવસરમાં સામેલ થશે જ. એમ અન્ય સમાજના લોકોને અપીલ છે કે તેઓ પણ આ અવસરમાં સંમેલીત બને અને અચુક મતદાન કરે.      

     હું દરેક ચૂંટણીમાં મત આપ્યો છે, કેમકે મને મારા મતની તાકાત ખબર છે. મત આપીને ભારતીય હોવાનો આત્મસંતોષ થાય છે. એમ ગુરૂમા સોનલમાસીએ, ચેતનામાસી તેમના અન્ય સાથીઓ દ્રારા મતદાન અચુક કરવા અપીલ કરવામાં આવી હતી.  

આબિદઅલી ભુરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon