અખંડ ભારતના લોખંડી મહાપુરુષ સરદાર શ્રી વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે અંજાર નગરપાલિકા દ્વારા ટાઉનહોલ મધ્યે આવેલી તેમની પ્રતિમાને હારારોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/4zvcyzzml2yfljx1/" left="-10"]

અખંડ ભારતના લોખંડી મહાપુરુષ સરદાર શ્રી વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે અંજાર નગરપાલિકા દ્વારા ટાઉનહોલ મધ્યે આવેલી તેમની પ્રતિમાને હારારોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.


અંજાર :

અખંડ ભારતના લોખંડી મહાપુરુષ સરદાર શ્રી વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે અંજાર નગરપાલિકા દ્વારા નગર અધ્યક્ષા શ્રીમતી લીલાવંતીબેન ડી પ્રજાપતિ ના અધ્યક્ષ સ્થાને ટાઉનહોલ મધ્યે આવેલી તેમની પ્રતિમાને હારારોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં મોરબીના દુઃખદ બનાવમાં દિવંગત થયેલાઓને ઉપસ્થિત સૌએ બે મિનિટનો મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તે ઉપરાંત સરદાર શ્રી વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારાપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રાસંગિક વક્તવ્ય આપતા અંજાર નગરપાલિકાના શાસક પક્ષના નેતા શ્રી સુરેશભાઈ એ. ટાંકે જણાવ્યું હતું કે, લોખંડી પુરુષ તરીકે ઉપનામથી વિશ્વવિખ્યાત બનેલા શ્રી પટેલ આધુનિક અખંડ ભારતના નિર્માતા હતા. આજના આ કાર્યક્રમમાં નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી લીલાવંતીબેન ડી. પ્રજાપતિ ,કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ પી. શાહ, શાસક પક્ષના નેતા શ્રી સુરેશભાઈ એ. ટાંક, અનિલભાઈ આર. પંડ્યા શ્રી સુરેશભાઈ આર. ઓઝા શ્રી નજમાબેન બાયડ ,શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી બલરામભાઈ જેઠવા, ભાજપ અગ્રણીઓ સર્વશ્રી કૃપાલસિંહ રાણા, શ્રીમતી બીનાબેન સીતાપરા, કચેરી અધિક્ષક શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવ શ્રી બિંદુલભાઈ અંતાણી, શ્રી તેજપાલભાઈ લોચાણી, શ્રી સુરેશભાઈ છાયા, શ્રી પ્રકાશભાઈ રોશિયા ,શ્રી કેતનભાઇ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]