બાલાસિનોર રૈયોલી ડાયનાસોર પાર્ક દિવાળીના તહેવારો ઉપર માનવ મહેરામણ થી ઉભરાયું - At This Time

બાલાસિનોર રૈયોલી ડાયનાસોર પાર્ક દિવાળીના તહેવારો ઉપર માનવ મહેરામણ થી ઉભરાયું


ડાઈનોસોર પાર્કની અધતન સુવિધાઓથી પ્રવાસીઓ ખુશ

પ્રવાસીઓની એક જ ફરિયાદ અહીંયો સારામાં સારી હોટલ નથી અને રેસ્ટ હાઉસ ની સુવિધા પણ નથી

દિવાળીના તહેવારોની આશરે દસ દિવસની લગભગ આશરે 11 લાખ રૂપિયાની આજૂબાજૂ આવક

બાલાસિનોર તાલુકા મથકથી આશરે 12 કિલોમીટરના અંતરે આવેલું વિશ્વ ત્રીજા અને દેશના પ્રથમ નંબરનું ડાયનાસોર ની જન્મભૂમિ એટલે રૈયોલી ગામ જ્યાં ડાયનાસોર પાર્ક સરકાર દ્વારા બનાવવામાં આવ્યું છે પરંતુ ઘણી જ એવી સુવિધાઓ નથી જેથી કરીને પ્રવાસીઓને ઘણી જ અગવડ પડે છે પ્રવાસીઓને અવાર જવાર કરવા માટે એસ.ટી.બસ ની સુવિધા તેમજ સારા રસ્તા તેમજ સારી ફાવીસ્ટાર હોટલ કે જે જમવાનું સારી કેટેગરીનું મળી રહે તેવી સુવિધાઓથી વંચિત છે અને પ્રવાસીઓને રહેવા માટેની કોઈ ગેસ્ટ હાઉસ જેવી સગવડ નથી જેથી કરીને પ્રવાસીઓને ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે

પ્રવાસીઓ અંદરો અંદર આવો વાર્તાલાપ કરતા જોવા મળી રહ્યા છે સરકારે આના પર પૂરતું ધ્યાન આપવું જોઈએ જેથી કરીને પ્રવાસીઓ ને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.