સરદાર શ્રી વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે નાયબ કલેકટર શ્રી મેહુલભાઈ વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ "રન ફોર યુનિટી" કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kkp7v3ymk7xgb0ht/" left="-10"]

સરદાર શ્રી વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે નાયબ કલેકટર શ્રી મેહુલભાઈ વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ “રન ફોર યુનિટી” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો


અંજાર : સરદાર શ્રી વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે નાયબ કલેકટર શ્રી મેહુલભાઈ વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ "રન ફોર યુનિટી" કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અંજાર નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી બહાદુર સિંહ ડી. જાડેજાએ આ રંન ફોર યુનિટીને સ્ટાર્ટ આપ્યો હતો.
આ કાર્યક્રમમાં મોરબી ખાતે બનેલી કમનસીબ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને બે મિનિટનો મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
અંજાર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મામલતદાર શ્રી અનિલભાઈ જાદવ, તાલુકા વિકાસ અધિકારી શ્રી પી.ડી સેનમા, અંજાર નગરપાલિકાના ઓફિસ સુપ્રિટેન્ડન્ટ શ્રી ખીમજીભાઇ પાલુભાઈ સિંધવ , સિરસ્તેદાર શ્રી રાજનભાઈ એ.વ્યાસ, નાયબ મામલતદાર સર્વશ્રી વિજયસિંહ જાડેજા, શ્રી મધુસુદનભાઈ પરમાર, શ્રી વી.એચ ખત્રી ,મામલતદાર સ્ટાફના શ્રી ઇરફાનભાઇ સિંધી ,નગરપાલિકાના શ્રી તેજપાલભાઈ લોચાણી, શ્રી ધવલભાઈ થરાદરા ,વિવેકાનંદ હાઇસ્કુલ ના શ્રી મનોજભાઈ લોઢા, શ્રી મનોજભાઈ અબોટી, શ્રી હાર્દિકભાઈ પ્રજાપતિ વગેરે ઉપસ્થિત રહી અને જોડાયા હતા. ચિત્રકૂટ સર્કલ થી સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉનહોલ સુધી મેરેથોન દોડ સ્વરૂપે પહોંચી અને ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ને ફૂલહાર કરવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]