ડભોઈ ના વેગા થી અખાધ ગોળ નો જથ્થો ઝડપાયો : પોલીસે ગોડાઉન સીલ કર્યું . - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zjwiq8ruxcy6v33c/" left="-10"]

ડભોઈ ના વેગા થી અખાધ ગોળ નો જથ્થો ઝડપાયો : પોલીસે ગોડાઉન સીલ કર્યું .


ડભોઈ માં દેશી દારૂ ના બનાવટ માટે અખાધ ગોળ નો વપરાશ થાય છે તાજેતરમાં જ બોટાદ ના રોજીદ માં સર્જાયેલ લઠ્ઠાકાંડ માં ૫૧ થી વધુ ના મોત થયા છે જેમાં બે એસ . પી , ડિ વાય એસ પી ની પણ બદલી થઈ છે અને કેટલાક પોલીસ ને પણ સેવા બરખાસ્ત કરવામાં આવ્યા છે જેને લઈ ડભોઈ પોલીસ દ્વારા દેશી દારૂ માટે વપરાતા અખાધ ગોળ નો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડયો છે જેને એફ . એસ . એલ માં મોકલવામાં આવ્યો છે અને ગોડાઉન ને સીલ મારવા માં આવ્યા નું જાણવા મળ્યું છે ડભોઇ શહેર તાલુકા માં દેશી દારૂ ના અડ્ડા માટે ગ્રામ્ય વિસ્તારોમાં થી દારૂ ની ભઠ્ઠી ઓ ધમધમાટ જોવા મળે છે જેમાં અખાધ ગોળ અને ફટકાડી નો વપરાશ જોવા મળે છે ડભોઇ માં અખાધ ગોળ મહારાષ્ટ્ર થી ટ્રકો ભરી ને ઠલવાય છે ડભોઇ ના વેપારીઓ ઓના ગોડાઉન વેગા ખાતે આવેલા છે જયાં થી બારોબાર ગોળ ની ડિલિવરી સરળતાથી થઇ શકેછે ડભોઇ સહિત નજીક ના ગામો માં અને ખાસ કરી નદી કિનારા ના ગામો દેશી દારૂ ની ભઠ્ઠી ઓ ધમધમે છે એ નોંધવુ રહયું .
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]