મુંબઈ - અમદાવાદ વચ્ચે દોડશે સેમી હાઈ સ્પીડ ટ્રેન : 6 કલાકનું અંતર , 180 ની સ્પીડ : વડોદરા ઉભી નહિ રહે . - At This Time

મુંબઈ – અમદાવાદ વચ્ચે દોડશે સેમી હાઈ સ્પીડ ટ્રેન : 6 કલાકનું અંતર , 180 ની સ્પીડ : વડોદરા ઉભી નહિ રહે .


મુંબઈ થી અમદાવાદ વચ્ચે માત્ર 6 કલાકમાં જ પહોચનારી 180 કિમીની ઝડપે દોડનારી દેશની પ્રથમ સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત મુંબઈ - અમદાવાદ વચ્ચે ચલાવવાની રેલવે દ્વારા જાહેરાત કરવામાં આવી છે , EXERE IS પરંતુ આ ટ્રેનને વડોદરાને સ્ટોપેજ નહિ અપાતા કચવાટ ઉભો થયો છે . આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે 75 ટ્રેન ચલાવવા વડાપ્રધાનની નેમ છે . જેના ભાગરૂપે રેલવે વિભાગ દ્વારા સેમી હાઈ સ્પીડ ટ્રેનની મુંબઈ અમદાવાદ રૂટની જાહેરાત કરવામાં આવી છે . આ ટ્રેન મુંબઈથી બપોરે 2 : 40 વાગે ઉપડશે , જે રાત્રે 21. 05 વાગ્યે અમદાવાદ પહોંચશે .વડોદરા અને સુરત સ્ટોપેજ આપવા માટે રેલવે બોર્ડ દ્વારા પ્રપોઝલ મૂકવામાં આવ્યા બાદ સુરતના સ્ટોપેજની સમય સાથે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે પરંતુ વડોદરાના સ્ટોપેજ માટે જાહેરાત નહિ થતા સ્ટોપેજ મળશે કે કેમ તે સવાલ છે . આ ટ્રેન ક્યારે ચાલુ થશે અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી . જોકે , થયેલી જાહેરાત મુજબ ટ્રેનમાં 1128 પેસેન્જર મુસાફરી કરી શકશે . માત્ર 6 કલાકમાં આ ટ્રેન દ્વારા મુંબઈથી અમદાવાદ પહોંચી શકાશે . આ ટ્રેન હાલમાં વારાણસી - નવી દિલ્હી અને દિલ્હી - કટરા રૂટ પર કાર્યરત હોવાનું સૂત્રો એ ઉમેર્યું હતું .
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon