મેંદરડા તાલુકા સહિત જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો અને પાક મુરજાયા હાલ ખેડૂતોની સ્થિતિ કફોડી મોંએ આવેલ કોળિયો ઝૂંટવાઈ જવાની ભીતી સેવાઈ રહી છે - At This Time

મેંદરડા તાલુકા સહિત જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો અને પાક મુરજાયા હાલ ખેડૂતોની સ્થિતિ કફોડી મોંએ આવેલ કોળિયો ઝૂંટવાઈ જવાની ભીતી સેવાઈ રહી છે


મેંદરડા તાલુકા સહીત જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો અને પાક મુરજાયા હાલ ખેડુતો ની સ્થિતિ કફોડી

ધરતીપુત્ર કિશાન ટ્રસ્ટ સૌરાષ્ટ્ર ઝોન ના ઉપ પ્રમુખ અને ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી પરસોતમભાઈ ઢેબરિયા ના જણાવ્યા અનુસાર છેલ્લા એક મહિનાથી મેઘરાજા એ હેત વરસાવયુ નથી જેના કારણે વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતાતુર બન્યો છે. બીજી તરફ તાપમાનમાં વધારો થતાં ખેડૂતોને મોં એથી કોળીયો છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે મેંદરડા પંથક સહિત સોરઠભરમાં છેલ્લા એક મહિનાથી મેધરાજાએ હાથતાળી આપી છે. ઓગસ્ટ મહિનો સાવ કોરો ધાંકોડ ગયો છે 1લી ઓગસ્ટથી મેઘરાજાએ એકાએક બ્રેક લગાવી દીધી છે. રોજ આકાશમાં વાદળો ના ગોટેગોટા નિકરે છે પરંતુ મેઘરાજા ની પધરામણી થતી નથી. જોકે જૂનાગઢ જિલ્લામાં મોસમનો કુલ વરસાદ ૧૦૦℅થી વધારે થયો છે. પરંતુ 1 એક મહિનાથી મેઘરાજાએ દર્શન નહીં આપતા અત્યારે વરસાદની જોરદાર ખેંચ વરતાઈ રહી છે.. જેના પરિણામે તમામ વિસ્તારોમાં ખેતીનો પાક સુકાવા લાગ્યો છે જેથી ધરતીપુત્રો દ્વારા ચોમાસુ મગફળી સોયાબીન અડદ કપાસ વગેરે પાકો ને બચાવવા ઘણાખરા ખેડૂતોએ પાક બચાવવા માટે કૂવામાંથી પાણી આપવાનું શરૂ કરી દીધું છે. જે ખેડૂતો પાસે પાણીની સગવડ નથી તેઓનો પાક મુરજાઈ રહ્યો છે. અત્યારે વરસાદની જરૂર છે, ત્યારે જ મેઘ સવારી નહીં આવતા ખેડૂતોને મોંએ આવેલ કોળિયો ઝુંટવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે આમ વરસાદની ખેંચ વચ્ચે તાપમાનમાં વધારો થતા ખેડૂતોની મૂંઝવણ માં સતત ધવારો થય રહ્યો છે
હવે વરસાદ નહીં પડે તો કુવા, બોર તળીયા ઝાટક થશે અત્યારે નદીનાળા સુકાવા લાગ્યા છે તેમજ શિયાળુ પાક ના વાવેતર પર પણ ખતરો મંડાતો નઝરે પડી રહયો છે વરસાદ ખેંચાતા મગફળી, સોયાબીન સહિતનાં પાક સુકાવા લાગ્યા, ધરતીપુત્રો પિયત આપવાની કામગીરી કરી રહયા છે મેંદરડા મા ખેડુતો દ્વારા મગફળી મા ફુવારા દ્વારા પિયત આપી રહયા હતા પણ ચોર એ ફુવારા પણ ચોરી જતા ખેડૂતો એ છુટુ પાણી ચાલુ કરતા પાણી અને સમય નો ખુબજ બગાડ થઈ રહ્યો છે, મેધરાજા ને પધરામણી કરવા ખેડૂતો પ્રાર્થના કરી રહ્યાં છે,હવે તો મેધમહેર ઉપર ખેડૂતો નો આધાર છે
રીપોટીગ કમલેશ મહેતા મેંદરડા
૯૯૨૪૩-૯૦૩૦૫


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.