મેંદરડા સિલ્વર સ્ટાર સ્કૂલના વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાએ યોજાયેલ એથલેટિક્સ વિભાગમાં અલગ અલગ રમતમાં ઉત્કૃષ્ટ દેખાવો કરી સફળતા મેળવી - At This Time

મેંદરડા સિલ્વર સ્ટાર સ્કૂલના વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાએ યોજાયેલ એથલેટિક્સ વિભાગમાં અલગ અલગ રમતમાં ઉત્કૃષ્ટ દેખાવો કરી સફળતા મેળવી


મેંદરડા સિલ્વર સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલ ના ૧૪ જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો એ તાલુકા કક્ષાએ ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવો કરેલ
મેંદરડાના વંથલી રોડ પર સ્થિત સિલ્વર સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલ ચેરમેન પરેશભાઈ ડેડાણીયા સંચાલિત સ્કૂલના ૧૪ જેટલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો એ સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત તાલુકા કક્ષાની સ્પર્ધા એથલેટિક્સ વિભાગમાં અલગ અલગ રમતમાં ભાગ લીધેલ હતો જેમાં શાળાના દરેક બાળકે ઉત્કૃષ્ટ દેખાવો કરેલ હતા.
જેમાં તાલુકા કક્ષાએ ભાખર દ્રષ્ટિ હિતેશભાઈ ધોરણ આઠમાં અભ્યાસ કરતી ૬૦૦ મીટર દોડ (U-14) (૧.૨૧) મિનિટમાં પહેલો નંબર પ્રાપ્ત કરેલ હતો તેમજ સાવલિયા ધ્યેય નવીનભાઈ ૪૦૦ મીટર દોડમાં ત્રીજો નંબર તેમજ કાચા ભવ્યા જીતેન્દ્રકુમાર ૨૦૦ મીટર દોડમાં ત્રીજો નંબર તેમજ બોરીચા વિવેક ગૌતમભાઈ ૧૦૦ મીટર દોડમાં ચોથો નંબર તેમજ રબારા ભક્તિ કપિલભાઈ ૧૦૦ મીટર દોડમાં છઠ્ઠો નંબર અને કોટડીયા મેટ્રીષા મિલિન્દભાઈ ૨૦૦ મીટર દોડમાં છઠ્ઠા ક્રમે વિજય થઈ દરેક બાળકોએ પોતાનું કૌશલ્ય પ્રગટ કરેલ હતું
આ તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને સિલ્વર સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન પરેશભાઈ ડેડાણીયા અને સ્કૂલ પરિવાર સ્ટાફ દ્વારા અભિનંદન અને શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી જે બાળકો જિલ્લા કક્ષાએ ભાગ લઈ રહ્યા છે તેઓને સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી
રીપોંટીગ કમલેશ મહેતા મેંદરડા
૯૯૨૪૩-૯૦૩૦૫


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.