અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી હલકી કક્ષાની ગુણવત્તાની કામગીરીની પોલ ખૂલી - At This Time

અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી હલકી કક્ષાની ગુણવત્તાની કામગીરીની પોલ ખૂલી


માલપુરના અણિયોર નજીકવાત્રક કેનાલમાં ગાબડું પડતાં હજારો લિટર પાણીનો વ્યય. કેનાલમાં પાણી છોડાયા બાદ મસમોટું ગાબડું પડતા સીમ વિસ્તારમાં પાણી ફરી વળ્યું. માલપુર તાલુકાના અણિયોર નજીક વાત્રક કેનાલમાં ગાબડું પડતાં સરકારના લાખો રૂપિયાના ખર્ચે કરાઈ રહેલા કામો સામે સવાલો ઉભા થયા છે. કેનાલમાં પાણી છોડયા બાદ પીપરાણા ગામ નજીક મોટુ ગાબડું પડતાં હજારો લિટર પાણીનો વ્યવ થયો હતો. જિલ્લામાં અજેક જગ્યાએ થતા સરકારી કામોમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. કેનાલના ગાબડું પડતાં હલકી ગુણવત્તાનું કામ થયાનું લોકોમાં ચર્ચાવા લાગ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.