લોકસભા ચુંટણી સંદર્ભે મહિસાગર જિલ્લા ચુંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાય - At This Time

લોકસભા ચુંટણી સંદર્ભે મહિસાગર જિલ્લા ચુંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાય


123-બાલાસિનોર, 122-લુણાવાડા અને 123-સંતરામપુર વિધાનસભા વિસ્તારોમાં મુક્ત, ન્યાયી અને પારદર્શી માહોલમાં ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ છે. આ ત્રણ વિધાનસભા ક્ષેત્રના 8.26 લાખ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આવતીકાલે ૭મી મેના રોજ સવારે ૭.૦૦ થી સાંજે ૬.૦૦ વાગ્યા સુધી મતદાન થશે એમ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર દ્વારા જણાવ્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે, જે મતદાન મથકે છાંયડો કે શેડ ન હોય તેવા કુલ-૨૩૭ મતદાન મથકો ઉપર શેડની, હિટવેવથી બચવા મતદાન મથક દિઠ-૧૦ જગ પીવાના પાણી તથા ૧ જગ રેડી ટુ યુઝ ORS, દરેક મતદાન મથક ઉપર મેડીકલની ફસ્ટ એઇડ કીટ તથા પુરતાં પ્રમાણમાં ORSના પેકેટ વગેરેની વ્યવસ્થા કરવામાં આવનાર છે. વઘુમાં, જિલ્લા ચૂંટણી અઘિકારી સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ દરેક મતદાન મથકો માટે આરોગ્યની ટીમો નિમાયેલા ઝોનલ અઘિકારીશ્રી સાથે સંકલનમાં રહી કામ કરશે. જરૂરીયાતના સમયે તાલુકા હેલ્થ ઓફીસરનો કરી શકો છે.
૮૫થી વધુ ઉંમરના મતદારો, દિવ્યાંગ મતદારો, અશકત મતદારો તથા બિમાર મતદારો માટે જરૂરીયાત મુજબ બુથ ઉપર પીકઅપ અને ડ્રોપની સુવિઘા તથા વોલેન્ટીયર્સ અને વ્હિલચેરની વ્યવસ્થા તથા એક જ સ્થળ પર ત્રણ કે તેથી વઘુ મતદાન મથક હોય તેવા ૧૮ સ્થળ ઉપર ફૂલર તેમજ ૨૧ સખી, ૩ PWD, ૩ મોડેલ તથા ૧ યુવા મતદાન મથક ઉપર પણ ફૂલરની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ચૂંટણી ફરજ ઉપરના સ્ટાફને અગવડતા ન પડે એ માટે આરોગ્ય વિભાગ તરફથી ફસ્ટ એઇડ કીટ તથા વેલફેર કીટમાં ટૂથપેસ્ટ, ટુથબ્રશ, શેમ્પુ, હેર ઓઇલ, નાહવાનો સાબુ, જીપર બેગ, બિસ્કીટ, ઇન્સટન્ટ કોફી/ટી, ચણાનું પેકેટ, પીનટનું પેકેટ, ફાસ્ટ કાર્ડ, ખજૂરનું પેકેટ, એનર્જી ડ્રિકનું પેકેટ વિગેરે જેવી પ્રાથમિક જરૂરીયાતની ચીજવસ્તુની કીટ મતદાન મથકના તમામ પોલીંગ સ્ટાફને પુરી પાડવામાં આવનાર છે

રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.