ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર સોનપરા ગામ વચ્ચે આવેલાં મહાકાલી મંદિરમાં ઋષિ પંચમીનાં દિવસે મહાદેવ માતા પાર્વતી ગણપતિજીની ઘીની પુંજા ભવ્ય મેળાનું આયોજન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xvwzhia6xlbisyam/" left="-10"]

ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર સોનપરા ગામ વચ્ચે આવેલાં મહાકાલી મંદિરમાં ઋષિ પંચમીનાં દિવસે મહાદેવ માતા પાર્વતી ગણપતિજીની ઘીની પુંજા ભવ્ય મેળાનું આયોજન


તા:31 ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં સોનપરા-બોડીદર ગામ વચ્ચે વિદ્યુતબોર્ડ પાવર પ્લાન્ટની બાજુમાં આવેલ મહાકાલી માતાજીનું ધાર્મિક મંદિર આવેલું છે ત્યાં આજે મહાકાલી માતાજીનાં મંદિરમાં મહાદેવ માતા પાર્વતી ગણેશજીની મૂર્તિ બનાવી અને ઘીની પૂજાનું આયોજન કરવામાં આવેલ છે જ્યાં આજે અનેક લોકો દર્શન કરવાં તેમજ બાળકો સાથે મેળાની મોજ માણવા માટે પણ ઉમટી પડશે જ્યાં આ મંદિર આવેલું છે ત્યાં સોનપરા ગામનાં સંત પૂજારી પણ પૂંજા કરીને આ મહાકાલીનાં મંદિરે આરતી પૂંજા પણ કરવામાં આવે છે

જેમાં આ મંદિરમાં દર વર્ષેએ રુચિપંચમીનાં દિવસે મહાકાલી માતાનાં મંદિરનાં લાભાર્થે મહાદેવ માતા પાર્વતી ગણેશજીની મૂર્તિ બનાવીને દર વર્ષે 2012થી અત્યાર સુધી ઘીની પૂંજા ચડાવવામાં આવેલ છે જેમના આયોજક તરીકે બોડીદર ગામનાં ભાવસિંહભાઈ મોરી મહેશભાઈ વાળા અશોકભાઈ વાળા પોતાના સ્વ ખર્ચે દર વર્ષે આ ઘીની પૂંજા ચડાવવા માટેનું આયોજન કરવામાં આવે છે જેમાં અનેક વડીલો યુવાનો ના સાથ સહકારથી આ ઘીની પૂંજા ચડાવવામાં આવે છે અને એક ભવય લોકમેળાનું પણ આયોજન કરવામાં આવે છે જ્યાં આજુબાજુ ગ્રામ્ય વિસ્તાર બોડીદર સોનપરા ઝાંઝરીયા કાણાકીયા જમનવાડા વિઠ્ઠલપુર કણેરી વેળાકોટ જેવાં અનેક ગામડાઓમાંથી અનેક લોકો દર્શનાર્થે પણ ઉમટી પડે છે

ત્યારબાદ ત્યાં આજે અનેક ધંધાર્થીઓ પોતાની રોજગારી મેળવવા માટે આ મેળામાં ધંધા માટે ઉમટી છે ત્યારે આજે અનેક સ્કૂલનાં બાળકો પણ ઘીની પૂંજાનો દર્શનનો પણ લાભ લેતા જોવા મળે છે અને કોડીનાર તાલુકાનાં અડવી ગામે મહાદેવનાં મંદિરે પણ આજે રુષીપંચમીનાં દિવસે ઘીની પૂંજા ચડાવવા માં આવે છે અને ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે જેમનો હેતુ છે ઘીની પૂંજા ચડાવવાથી આજે સંસ્કૃતિને જીવિત રાખવાં માટેનું એક આયોજન હોય છે અને શ્રદ્ધા સાથે આજે દર્શનાર્થે અનેક ભાવિકો દર્શન કરવા માટે દરેક જગ્યાએ ઉમટી પડતાં હોય છે

જ્યારે શાસ્ત્રમાં ઋષિમુનિનું તપ હોય એ પ્રમાણે રુચિ પંચમી એટલે કે આજે ખેડૂતોનો પવિત્ર દિવસ મનાવવામાં ખેડૂતો પણ ઋષિ પંચમીનાં દિવસે ઋષિઓના તપને સન્માન આપીને પણ ખેડૂત પુત્ર આજે આ ઋષિ પંચમી ઉજવતાં હોય છે અને પોતાના ખેતરમાં બળદોથી થતાં ખેતીવાડીનાં દરેક કામ બંધ રાખીનેં આ ઋષિ પંચમી ઉજવવામાં આવે છે આ એક રુચિપંચને (રક પાંચમ) તરીકે માનીને ખેતરો ઉપર બળદોથી થતાં ખેતીવાડીનાં કામ ધંધાઓ બંધ રાખવામાં આવે છે આ રીતે હજુ પણ હિન્દુ સમાજનાં રીતે રિવાજોને જાળવી રાખવાં માટે આ ઋષિ પંચમી નિમિત્તે અનેક મંદિરોમાં ઘીની પૂંજા ચડાવીને આજે આવા ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે એવી માહિતી ત્યાંનાં પૂજારી તેમજ જાણકાર ખેડૂતો અને લોકો એ જાણકારી આપી હતી

પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]