જસદણના સાણથલીમાં વડના વૃક્ષને નુકસાન કરવાનો પ્રયાસ - At This Time

જસદણના સાણથલીમાં વડના વૃક્ષને નુકસાન કરવાનો પ્રયાસ


જસદણના સાણથલીમાં વડના વૃક્ષને નુકસાન કરવાનો પ્રયાસ

કોરોના સમયે ઓક્સિજનનું મહત્વ સારી રીતે સમજાઇ ગયું છે, સરકાર વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા કાર્યક્રમો યોજી રહી છે તો બીજી તરફ અમુક આવારા તત્વો વૃક્ષ છેદન જેવી હિન પ્રવૃત્તિ કરીને પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા છે.

સાણથલીમાં બસસ્ટેન્ડમાં આવેલા વડના વૃક્ષોમાં રાતના અંધકારનો લાભ લઇ અમુક શખ્સ કુહાડીના ઘા ઝીંક્યા હતા, થડમાં નમક, બળેલું ઓઇલ રેડી વૃક્ષનો નાશ કરવાનો પ્રયાસ કરતાં આ મુદ્દે લોકોમાં રોષ છવાયો છે. ગામના બસ સ્ટેન્ડમાં આવેલા દરગાહ અને કુવા નજીકમાં લોકોને ઉપયોગી
થાય, નડતરરૂપ ન થાય એવી જગ્યાએ બે વર્ષથી વાવેલા વડના ઝાડ પર રાતના કોઈ વ્યક્તિએ ઝાડને કૂહાડાથી કાપા મારી ગયા હતા, એટલું ઓછું હોય તેમ નમક, બળી ગયેલું ઓઇલ નાખીને જતા રહ્યા છે. જે અંગે ગ્રામ પંચાયત દ્વારા આટકોટ પોલીસ · સ્ટેશનમાં લેખિત માં રજૂઆત કરવામાં આવી હતી
બસ સ્ટેન્ડમાં ઉતારવા માટે ઓને છાયામાં બેસવાની સગવડતા મળે એ હેતુ માટે
ગામના વિઠ્ઠલભાઈ કરછી દ્વારા બસ સ્ટેન્ડ, ગામની ચારે બાજુ રસ્તાઓ, રોઠની સાઇડમાં 1000 થી વધુ એકલા હાથે વૃક્ષો વાવ્યા છે. માત્ર વાવવા પૂરતું નહીં રોજ તેને પાણી પાવાનું, દેખરેખ રાખવાની, જરૂર હોય ત્યાં દવા છાંટવાની, રોજ નિયમિત બાઇક પર ડબ્બા નાખીને પાણી પાવાની કામગીરી તેઓ કરે છે. કોઈ પાપીએ આવું કૃત્ય કરતા સમગ્ર ગામમાં લોકોમાં નારાજગી ફેલાઇ છે

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.