અમદાવાદ ના ચાંગોદર ના લોદરિયાલ ગામ માં થયેલ ખૂન ના આરોપીઓ ને ગણત્રીની કલાકો માં જ શોધી કાઢતી ચાંગોદર પોલીસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xtbkziofdixlrbiq/" left="-10"]

અમદાવાદ ના ચાંગોદર ના લોદરિયાલ ગામ માં થયેલ ખૂન ના આરોપીઓ ને ગણત્રીની કલાકો માં જ શોધી કાઢતી ચાંગોદર પોલીસ


તા:-૧૫/૦૬/૨૦૨૨
અમદાવાદ ગ્રામ્ય

અમદાવાદ ના ચાંગોદર ના લોદરિયાલ ગામ માં થયેલ ખૂન ના આરોપીઓ ને ગણત્રીની કલાકો માં જ શોધી કાઢતી ચાંગોદર પોલીસ

અમદાવાદ ના ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લોદરિયાલ ગામ ની સિમ કેનાલ પાસે ઉમર અંદાજિત ૩૫/૪૦ વર્ષની ઉંમર વાળા એક અજાણ્યા પુરુષ ની લાશ મળી આવી હતી જેના અનુસંધાન ચાંગોદર પોલીસ દ્વારા પી એમ માટે હોસ્પિટલમાં મોકલેલ જ્યાં ડો.શ્રી ના જણાવ્યા અનુસંધાન મૃતકને મૂઢ માર મારવાથી મૃત્યુ થયા હવાનું બાર આવતા ચાંગોદર પોલીસ દ્વારા હત્યા નો ગુન્હો દાખલ કર્યો હતો જેન
ગુ.ર.નં:-૧૧૧૯૨૦૧૫૨૨૦૨૯૬/૨૨ ipc ની ધારા ૩૦૨/૨૦૧ મુજબ હત્યા નો ગુન્હો દાખલ કરી આગળ ની તપાસ હાથ ધરી જેમાં પોલીસ મહા નિરીક્ષક શ્રી વી.ચંદ્રશેખર તેમજ અમદાવાદ જિલ્લાના વડા વીરેન્દ્રસિંહ યાદવ સાહેબ જ નાયબ પોલીસ અધ્યક્ષ સાણંદ વિભાગ પોલીસ સ્ટેશન નાઓએ એક ટિમ બનાવી આરોપી ને પકડવા પેટ્રોલીંગ હાથ ધરી જેમાં ચાંગોદર પોલીસ સ્ટેશન ની ટિમ દ્વારા મરનાર કમલેશ કાંતિભાઈ પરમાર ઉર્ફ ચકા રહે:-ગામ આંબલિયારા તા.ધોરકા.ના ફોટો સાથે ગુન્હા ની જગ્યાએ તપાસ કરતા સી.સી.ટી.વી.ના આધારે પો.હે.કો.ધર્મેન્દ્રસિંહ ડોડ તેમજ પો.કો.ધનરાજસિંહ ચૌહાણ ને મળેલ ચોક્કસ બાતમી ના આધારે ગામ માં તપાસ કરતા રજોડા ગામે થી બંને આરોપીઓ ને પકડી પાડેલ
(૧) આરોપી સુનિલ રાજુભાઇ સોલંકી (ઠાકોર ) ઉંમર:૨૮ રહે:-રજોડા પાટિયા પાસે કંકાવટી હોટેલની બાજુમાં આરો પાલન્ટ પાસે તા:-બાળવા જી.અમદાવાદ
આરોપી (૨) યુવરાજ ઉર્ફ પપ્યુ બળવંતભાઈ ચૌહાણ ઉંમર:-૧૯ રહે:-રજોડા તા:-બાવળા જી.અમદાવાદ
આ બંને આરોપીઓ ને પોલીસ કસ્ટડી માં રાખેલ છે ને આગળની તપાસ ચાલુ છે
આ કામગીરી માં જોડાયેલા પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓ ની યાદી.ના.પો.અ.ધ.શ્રી બી.વી વ્યાસ
(૨) પો.ઇ.એન.એન.પારગી (૩) psi.બી કે પાદરિયા (૪) asi મયુરદાન ગઢવી (૫) હે.કો.ધર્મેન્દ્રસિંહ ડોડ (૬) હે.કો.શેલેષભાઈ વાઘેલા (૭) હે.કો.જયદીપસિંહ બારડ.(૮) હે.કો.પૃથ્વીરાજસિંહ ગોહિલ (૯) હે.કો.મહાવીરસિંહ (૧૦) pc રણજીતસિંહ સોલંકી (૧૧) pc વિપુલસિંહ દાયમાં (૧૨) ધનરાજસિંહ ચૌહાણ (૧૩) pc.સંજયસિંહ ચાવડા (૧૪) pc.અરવિંદભાઈ વગેરે આ કામગીરી માં જોડાયા હતા

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]