ફિલ્મની વાર્તાની ઉઠાંતરીના કેસમાં કરણ જોહરને રાંચી કોર્ટની નોટિસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ranchi-court-issues-notice-to-karan-johar-in-film-story-hijacking-case/" left="-10"]

ફિલ્મની વાર્તાની ઉઠાંતરીના કેસમાં કરણ જોહરને રાંચી કોર્ટની નોટિસ


- 18મી જુન સુધીમાં જવાબ રજૂ કરવા જણાવાયું - જુગ જુગ જિયોના ટ્રેલર રિલીઝ વખતે જ આ પોતાની મૂળ વાર્તા હોવાનું જણાવનાર લેખકે રાંચી કોર્ટમાં કેસ માંડયોમુંબઈ : ફિલ્મ પ્રોડયૂસર કરણ જોહર પર પોતાની વાર્તા ચોરી કરી લઈ જુગ જુગ જિયો ફિલમ્ બનાવવામાં આવી હોવાનો આક્ષેપ કરનારા લેખકે રાંચી કોર્ટમાં દાવો માંડયો છે. આ દાવાના સંદર્ભમાં કોર્ટે કરણ જોહરને તા. ૧૮મી જુન સુધીમાં તેનો જવાબ રજૂ કરવા જણાવ્યું છે.    ક્રિએટિવ પ્રોડયૂસર વિશાલ સિંઘે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે જ સોશિયલ મીડિયા પર ધર્મા પ્રોડક્શન સાથેના પોતાના ઈમેઇલ વ્યવહારના સ્ક્રિન શોટ રજૂ કર્યા હતા. વિશાલના દાવા અનુસાર પોતે સંતાનો સેટ થાય ત્યારે પ્રૌઢ માં-બાપ પણ છૂટાછેડા લઈ પોતાની રીતે જીવવાનો ફેંસલો કરે એવી વાર્તા પરથી બન્ની રાની નામની ફિલ્મની સ્ક્રિપ્ટ ધર્મા પ્રોડક્શનને મોકલી હતી. ધર્માના પદાધિકારીઓ સાથે આ બાબતે તેના ઈમેઇલ વ્યવહાર પણ થાય હતા. જોકે, એ વાત આગળ વધી ન હતી.  બાદમાં જુગ જુગ જિયોનું ટ્રેલજોયા બાદ પોતાને ખ્યાલ આવ્યો હતો કે આ ફિલ્મની વાર્તા તો પોતાની જ વાર્તાની બેઠી ઉઠાંતરી છે. તેમણે ધર્મા પ્રોડક્શન સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો પરંતુ ધર્માએ આ દાવાને નકારી તેમની સામે કાનૂની રાહે પગલાંની ચિમકી આપી હતી. હવે વિશાલ સિંઘે રાંચીની સિવિલ કોર્ટમાં ધર્મા પ્રોડક્શન સામે કમર્શિઅલ સૂટ માંડયો છે અને આ ફિલ્મની રિલીઝ અટકાવવા દાદ માંગી છે. કોર્ટે અરજી દાખલ કરી ધર્મા પ્રોડ્કશન વતી કરણ જોહર કે તેમના પ્રતિનિધિને તા. ૧૮મી સુધીમાં જવાબ આપવા અને નહીંતર આ કેસનો એકતરફી નિકાલ કરવામાં આવશે તેમ જણાવ્યું છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]