મતદાન જાગૃતિ માટે વડોદરાની શાળામાં 1225 ચોરસ મીટરની મહાકાય રંગોળી બનાવી હતી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xljotsoplil4bx5o/" left="-10"]

મતદાન જાગૃતિ માટે વડોદરાની શાળામાં 1225 ચોરસ મીટરની મહાકાય રંગોળી બનાવી હતી.


વડોદરા શહેર ની શાળામાં 1225 ચોરસ મીટર ની મહાકાય રંગોળી બનાવી હતી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય માટે વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અવસર અભિયાન વેગવંતુ બનવવામાં આવ્યું છે . જેમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ પણ સહભાગી બની રહી છે . જે અંતર્ગત બુધવારે 23 નવેમ્બરના રોજ સમા વિસ્તારમાં આવેલા BRG ગ્રુપ સંચાલિત ઊર્મિ સ્કૂલ ખાતે વિશાળ રંગોળી દોરીને મતદાર જાગૃતિ માટે સંદેશો આપવામાં આવ્યો હતો . જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોર તથા અવસરના નોડલ અધિકારી ડો . બી . એસ . પ્રજાપતિ એ રંગોળી નિહાળી છાત્રોને બિરદાવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]