મા.વડાપ્રધાન શ્રી ની તા.૨૭ નવેમ્બર ના રોજ ખેડામાં જનસભા અને આવનારા સમયમાં અમદવાદ ખાતે રોડ શો નું આયોજન. - At This Time

મા.વડાપ્રધાન શ્રી ની તા.૨૭ નવેમ્બર ના રોજ ખેડામાં જનસભા અને આવનારા સમયમાં અમદવાદ ખાતે રોડ શો નું આયોજન.


સચોટ અને ચોકકસ મળતી માહિતી મુજબ તારીખ ૨૭ નવેમ્બર ૨૦૨૨ ના રોજ ચરોતર પંથક ના મહેમદાવાદ - ખેડા રોડ ઉપર ભવ્ય નિર્માણ પામી રહેલ સ્વામિનારાણ મંદિર સંકુલ ના મેદાનમાં મા.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ની જાહેરસભા નું આયોજન અને આવનારા દિવસોમાં અમદાવાદ ના પૂર્વ વિસ્તારમાં મા.વડાપ્રધાન શ્રીઓ ના રોડ શો નું આયોજન થવા ની શક્યતાઓ રહેલી છે,

મા.વડાપ્રધાન શ્રી ઓ ખેડા, દસક્રોઈ અને આણંદ જિલ્લાના અનેક તાલુકા અને ગામડાઓ ખેડૂતો અને જાહેર જનતા ને સભામાં સંબોધન કરશે,

મા.વડાપ્રધાન શ્રી ઓ સાથે ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મા.ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત ખેડા જિલ્લા ના મહેમદાવાદ વિધાનસભા ના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ સહિત અનેક રાજકીય અગ્રણીઓ ૨૭ નવેમ્બરે ની જનસભા માં ઉપસ્થિત રહે એવી શક્યતાઓ,

ખેડા કલેક્ટર, નાયબ કલેકટર, મામલતદાર, નાયબ મામલતદાર, પોલીસ વિભાગ સાથે અન્ય સુરક્ષા એજન્સીઓ સહતી ઉચ્ચ અધિકારીઓ આ ભવ્ય કાર્યક્રમ ના આયોજન બાબતે તૈયારીઓ માં કોઈ કસર ના રહી જાય એ બાબત ધ્યાનમાં રાખી કામે લાગી ગયા છે.

સ્થળ:- સ્વાિનારાયણ સંકુલ,
મહેમદાવાદ ખેડા રોડ, ખેડા.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon