પશ્ચિમ રેલ્વે ભારત સ્કાઉટ ગાઈડ્સની ૧૭મી સ્ટેટ રેલીનો નું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું. - At This Time

પશ્ચિમ રેલ્વે ભારત સ્કાઉટ ગાઈડ્સની ૧૭મી સ્ટેટ રેલીનો નું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું.


પશ્ચિમ રેલ્વે, ભારત સ્કાઉટ ગાઈડ્સની ૧૭મી સ્ટેટ રેલીનો શુભારંભ આજે ૧૫ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ અમદાવાદ મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્મા દ્વારા કરવામાં આવ્યો હતો,

આ રેલીનું આયોજન ૧૯ ડિસેમ્બર ૨૦૨૩ સુધી ફૂટબોલ ગ્રાઉન્ડ, કોમ્યુનિટી હોલ પાસે, ન્યુ રેલ્વે કોલોની સાબરમતી, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું ,આ સ્ટેટ રેલી (કેમ્પ) માં પશ્ચિમ રેલ્વે સ્ટેટ ભારત સ્કાઉટ ગાઈડ્સ ના ૭ જિલ્લા સંઘના અને ક્ષેત્રીય રેલ્વે અને નજીકના રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દાદરાનગર હવેલીના ના લગભગ તમામ ૮૦૦ સ્કાઉટ ગાઈડ્સ તથા લીડર્સ ભાગ લઈ રહ્યા છે, આ રેલીમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, Pioneering, વિવિધ કૌશલ્ય સંબંધિત કાર્યક્રમો સ્કાઉટ ગાઈડ્સ ના બાળકો દ્વારા કરવામાં આવશે,

અમદાવાદ મંડળ રેલ પ્રબંધક શ્રી શર્માએ જણાવ્યું હતું કે સ્કાઉટ્સ ગાઈડનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં સામૂહિક ટીમવર્ક, નેતૃત્વ અને સાંસ્કૃતિક આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાનો છે અને ભારત સ્કાઉટ ગાઈડ્સના મૂલ્યો અને આદર્શોને પ્રોત્સાહન આપવાનો છે,

આ પ્રસંગે સ્કાઉટ ગાઈડસ ના નેશનલ કમિશ્નર શ્રી મનીષ મહેતા, ડિસ્ટ્રિક્ટ ચીફ કમિશ્નર અને અપર મંડળ રેલ પ્રબંધક શ્રી દયાનંદ સાહુ, ડિસ્ટ્રિક્ટ કમિશ્નર અને વરિષ્ઠ મંડળ મિકેનિકલ એન્જિનિયર સાબરમતી શ્રી અશોક કુમાર મીના અને સ્ટેટ સેક્ર્રેટરી પશ્ચિમ રેલવે અને ડેપ્યુટી ચીફ મિકેનિકલ એન્જિનિયર શ્રી મિશલ તથા મંડળના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.