ભાજપના કાર્યકરોએ દલિતોને ઢોર માર માર્યો?:દાવો- કૌશામ્બીમાં BJPને મત ન આપ્યો તો ઘરમાં ઘૂસીને મારપીટ કરી; જાણો વાઇરલ વીડિયોનું સત્ય - At This Time

ભાજપના કાર્યકરોએ દલિતોને ઢોર માર માર્યો?:દાવો- કૌશામ્બીમાં BJPને મત ન આપ્યો તો ઘરમાં ઘૂસીને મારપીટ કરી; જાણો વાઇરલ વીડિયોનું સત્ય


20 મેના રોજ લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં મતદાન પૂરું થયું. પાંચમા તબક્કામાં 6 રાજ્ય અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશની 49 સીટ પર વોટિંગ થયું. તે પછી સોશિયલ મીડિયા પર 13 સેકેન્ડની એક વીડિયો ક્લિપ સતત વાઇરલ થઈ રહી છે. આ વીડિયોમાં બે પક્ષની વચ્ચે ઝઘડો જોવા મળી શકે છે. વાઇરલ વિડીયોનું સત્ય...
વાઇરલ વીડિયોનું સત્ય જાણવા માટે અમે તેની સાથે જોડાયેલાં કી-વર્ડ્સ સર્ચ કર્યા. સર્ચ કરવા પર અમને વાઇરલ વીડિયો સાથે જોડાયેલી એક પોસ્ટ પ્રતાપગઢ પોલીસના ઓફિશિયલ X એકાઉન્ટ પર મળી. આ પોસ્ટમાં અપર પોલીસ સુપરિન્ટેન્ડન્ટ સંજય રાયની બાઇટ છે. તપાસ દરમિયાન, અમને આ કેસ સાથે સંબંધિત પ્રતાપગઢ પોલીસની બીજી પોસ્ટ પણ મળી. આ પોસ્ટમાં પણ પ્રતાપગઢ પોલીસે વાઇરલ વીડિયોને લઈને કરવામાં આવેલા દાવાને નકારી કાઢ્યો છે અને સાચી વાત જણાવી છે. તેથી સ્પષ્ટ છે કે સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોને લઈને કરવામાં આવેલો દાવો સંપૂર્ણપણે ખોટો છે . ફેક ન્યૂઝ સામે અમારી સાથે જોડાઓ. જો તમને કોઈ માહિતી અંગે કોઈ શંકા હોય તો કૃપા કરીને અમને @ fakenewsexpose @dbcorp.in અને WhatsApp - 9201776050 પર ઈ-મેઇલ કરો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.