કલમસર વિસ્તારમાં બોરમાંથી લાલ રંગનું કેમિકલયુક્ત પાણી નીકળતાં રોષ - At This Time

કલમસર વિસ્તારમાં બોરમાંથી લાલ રંગનું કેમિકલયુક્ત પાણી નીકળતાં રોષ


ખંભાતની કલમસર અને વત્રા ગામના સીમ વિસ્તારોમાં આવેલા ખેતરોના બોરમાં કેમિકલયુક્ત લાલ કલરનું પાણી નીકળતું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ખેડૂતોએ આ અંગે અગાઉ પણ અનેક રજૂઆતો કરી છે. પરંતુ જીપીસીબી તંત્ર દ્વારા માત્ર સેમ્પલ લઇ સંતોષ માનવામાં આવતો હોવાની ખેડૂત વર્ગમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો અને ખેડૂત વર્ગ દ્વારા જાહેર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

જાણવા જેવુ છે કે આ બાબત હજુ તંત્ર તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.