કન્યાદાન-રક્તદાનના શુભ સંકલ્પ સાથે ભાવનગર જિલ્લા આહીર સમાજનો ઉંડવી મુકામે 14મો સમુહલગ્ન હરખભેર સંપન્ન - At This Time

કન્યાદાન-રક્તદાનના શુભ સંકલ્પ સાથે ભાવનગર જિલ્લા આહીર સમાજનો ઉંડવી મુકામે 14મો સમુહલગ્ન હરખભેર સંપન્ન


ભાવનગર જિલ્લા આહીર સમાજ આયોજિત ઉંડવી મુકામે 14મો સમુહલગ્ન સમારોહ યોજાઈ હતો,આ સમુહલગ્નમાં 25 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા કન્યાદાન સાથે રક્તદાનના શુભ આશય સાથે થેલેસેમિયા પીડિત બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં 125 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતુ આ સમુહલગ્ન સમારોહ રામભાઈ સાંગા(પ્રમુખ ભાવનગર જિલ્લા આહીર સમાજ)ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં પરમ પૂજ્ય જીણારામબાપુ,પૂજ્ય રઘુનંદન દાસબાપુ,વશિષ્ટનાથ બાપુ તેમજ પેથાભાઈ આહીર(ધોળા,પૂર્વ GIDC નિયામક)મહેશભાઈ ખમળ(જ્ઞાતિપટેલ)સહીત જ્ઞાતિના શ્રેષ્ઠિઓ ઉપસ્થિત રહ્યા હતા આ સમુહલગ્નમાં રાજહંસ ફાર્મ ઉંડવી થી વરરાજાના ભવ્ય સામૈયાઓ કરવામાં આવ્યા હતા સમુહલગ્ન સમારોહમાં આહીર સમાજના દીકરા દીકરીઓએ આહીર અસ્મિતાની શોભે તેવી વિરરસની વાતો તથા સમાજને શિક્ષણમાં અગ્રેસર રૅકરવાની વાતો રજુ કરી હતી તેમજ રાજહંસ વિધાલયની બાળકીઓ એ અદભુત રાસ રજુ કર્યો હતો સંતો તથા આગેવાનોએ નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા સમુહલગ્નમાં આહીર સમાજના જ્ઞાતિજનોએ બહોળા પ્રમાણમાં હાજર રહી કાર્યક્રમ દીપાવ્યો હતો સમગ્ર સમુહલગ્નને સફળ બનાવવા ઉંડવી આહીર સમાજે જહેમત ઉઠાવી હતી આ સમુહલગ્ન સમારોહના અધ્યક્ષ અને ભાવનગર જિલ્લા આહીર સમાજના પ્રમુખ રામભાઈ સાંગાએ સમાજને શીખ આપતા જણાવ્યું હતુ કે શિક્ષણ,ઉન્નત વિચારો અને પ્રગતિ માટેની ધગશ,એ કોઈ પણ સમાજની મોટી મૂડી છે આહીર સમાજે શિક્ષણ તાલીમને પ્રાધાન્ય આપી અનેક શેત્રોમાં પ્રગતિ હાંસલ કરી છે જે ગૌરવની બાબતો છે..

રીપોર્ટ નિલેષ ઢીલા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.