વિંછીયાના મોટી લાખાવડની સીમમાં જુગાર રમતા ૧૦ શખ્‍સો રોકડ સાથે ઝડપાયા - At This Time

વિંછીયાના મોટી લાખાવડની સીમમાં જુગાર રમતા ૧૦ શખ્‍સો રોકડ સાથે ઝડપાયા


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
રાજકોટ રૂરલની લોકલ ક્રાઇમ બ્રાન્‍ચની પોલીસ ટીમનો દરોડો.
રાજકોટ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડની સુચનાથી જુગારનો દરોડો પાડયો હતો.

વિંછીયા પો.સ્‍ટે. વિસ્‍તારના મોટી લાખાવાડ ગામની સીમમાં ભાદર નદીના કાંઠે આવેલ શૈલેષભાઇ દેવશીભાઇ બાવળીયા રહે.-મોટી લાખાવાડ, તા. વિંછીયા, જી. રાજકોટ વાળાના કબ્‍જા ભોગવટાની વાડીના રહેણાંક મકાનમાં બહારથી માણસોને ભેગા કરી જુગારના સાધનો પુરા પાડી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી પૈસા પાના વતી તીનપતીનો નસીબ આધારીત જુગાર રમી રમાડતા હોય જે જુગારનો અખોડો પકડી પાડી હારજીતનો જુગાર રમતા દસ ઇસમોને રોકડા રૂા. ૭૦,૨૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પોલીસે કાના મામૈયાભાઇ રાઠોડ રહે. તુરખા-તા.જી.બોટાદ,રમેશ ધીરૂભાઇ ગઢાદરા રહે. અમરાપુર તા. વિંછીયા, જી. રાજકોટ, રવિ મનસુખભાઇ વાલાણી રહે. મોટીલાખાવાડ તા.વિંછીયા, જી.રાજકોટ, અરવિંદ છગનભાઇ માલકીયા રહે.ચોબારી, તા.ચોટીલા, જી.સુરેન્‍દ્રનગર, પ્રવિણ ભુપતભાઇ બાવળીયા રહે. મોટીલાખાવાડ તા.વિંછીયા, જી.રાજકોટ, જીવરાજ રવજીભાઇ મેણીયા રહે. મોટી લાખાવાડ, તા.વિંછીયા, જી.રાજકોટ, હસમુખ વિનુભાઇ ઓળકીયા રહે.રામપરા, તા.ચોટીલા, જી.સુરેન્‍દ્રનગર, વિજય રાજાભાઇ ઝાપડીયા રહે. નાના હરણીયા, તા.સાયલા, જી. સુરેન્‍દ્રનગર, વિરામ ભુપતભાઇ ઝાપડીયા રહે.નાના હરણીયા તા. સાયલા, જી.સુરેન્‍દ્રનગર, વિપુલ ધીરૂભાઇ ચૌહાણ રહે. છાસિયા, તા.વિંછીયા જી.રાજકોટને ઝડપી પાડેલ છે. શૈલેષભાઇ દેવશીભાઇ બાવળીયા, રહે. મોટી લાખાવાડ, તા.વિંછીયા, જી. રાજકોટની શોધખોળ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.