કારમાં લઈ જવાતા વિદેશી દારૂ બાકોર પોલીસે ઝડપી પાડયો - At This Time

કારમાં લઈ જવાતા વિદેશી દારૂ બાકોર પોલીસે ઝડપી પાડયો


મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના નરોડા ગામે કારમાં લઈ જવાતા વિદેશી દારૂ સાથે બે ઇસમોને એલ.સી.બી પોલીસે ઝડપી પાડી રૂ. ૭૭ હજારના દારૂ સાથે ૨.૭૮ લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. મહીસાગર જિલ્લા એલ.સી.બી પોલીસ પેટ્રોલિંગમાં હતા.તે દરમિયાન તેમને બાતમીના આધારે એક કાર રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો ભરી પાંડરવાડા થઇ બાબલીયા ચોકડી થઈ વડોદરા તરફ જનાર છે. તેવી બાતમી પોલીસે બાકોર હાઈસ્કૂલ | ચોકડી ખાતે કારની વોચમાં હતા.તે સમયે કાર આવતા પોલીસે ઉભી રાખવા ઈશારો કરતા કાર ચાલકે કાર ઉભી | નહિ રાખી અમેઠી તરફના રોડ ઉપર ગયો હતો. જેથી પોલીસે કારનો પીછો કરતા નરોડા ગામની સીમમાં સૈયદના ટેકરા નજીક કાર ચાલકે રસ્તાની બાજુમાં ગાડી મૂકી અંધારામાં નાસી ગયો હતો જયારે તેની બાજુમાં બેસેલો શખ્સ ભાગવા જતા પોલીસે પકડી લીધો હતો.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.