ભેસાણ ખાતે ગંગેશ્વર મહાદેવ મંદિરે અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કુંભ કળશ વિતરણ અને મહાસભા યોજાઇ - At This Time

ભેસાણ ખાતે ગંગેશ્વર મહાદેવ મંદિરે અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કુંભ કળશ વિતરણ અને મહાસભા યોજાઇ


ભેસાણ ખાતે ગંગેશ્વર મહાદેવ મંદિરે અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કુંભ કળસ વિતરણ કાર્યક્રમ યોજાયો
ભેસાણ ખાતે ચણાકા પ્લોટ વિસ્તારમાં આવેલ ગંગેશ્વર મહાદેવ મંદિરે શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી માટે અક્ષત કુંભ નુ પૂજન કરી વિતરણ કરવામાં આવેલ અયોધ્યામાં ભગવાન શ્રી રામ જન્મભૂમિ પર નવનિર્મિત શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુસંધાને સમગ્ર ભેસાણ જય જય શ્રી રામના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું ભેસાણ શહેરમાં બપોરે બે કલાકે પરબ ચોકડી થી ગંગેશ્વર મહાદેવ મંદિર સુધી ભગવાન શ્રીરામ ની ભવ્ય સોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા ભેસાણ શહેરના મુખ્ય રાજમાર્ગો પર શ્રીરામના નારા સાથે આખું શહેર ગુંજી ઉઠ્યું હતુ
આ સોભાયાત્રમા 10 ટ્રેક્ટર 35 ફોર વ્હીલ તેમજ 100 કરતા પણ વધુ બાઇક સવારો તાલુકા ભરમાંથી નાતજાત ના ભેદભાવને ભૂલીને તમામ પાર્ટીના તાલુકાના આગેવાનો અને તમામ પત્રકાર મિત્રો પણ હાજર રહ્યા હતા અને પૂરી ફરજ બજાવી હતી હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા આ શોભાયાત્રા સાંજે 3:30 કલાકે ગંગેશ્વર મંદિર ખાતે પહોંચી હતી આ કાર્યક્રમમાં સાધુ સંતોએ હાજરી આપી હતી જેમાં મેંદરડા ખાખી મઢી મંદિરના મહંત શ્રી સુખરામદાસ બાપુ તેમજ બરવાળા ના મહંત શ્રી જટાબાપુ હાજર રહ્યા હતા તેમજ ભેસાણ તથા ચુડા થી કાર સેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભેસાણ અને ચુડાથી પધારેલા કાર સેવક સુરેશભાઈ ધાંધલ, નાગજીભાઈ કોરાટ, વજુભાઈ ભુત સહિતનાઓએ 1990 અને 1992 માં કાર સેવા કરી હતી અને અયોધ્યા સુધી પહોંચ્યા હતા તે વાતોને પણ યાદ કરવામાં આવી હતી પધારેલ તમામ કાર સેવકોનું પૂજ્ય સુખરામદાસ બાપુ અને જટાબાપુ દ્વારા સાલ ઓઢાડી અને સન્માન કરવામાં આવ્યું હતું અને વધુ વાત કરતા શ્રી સુખરામદાસ બાપુએ જણાવ્યું હતું કે કેટલાક કાર સેવકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને કેટલીક કાનૂની લડાઈઓ લડવામાં આવી હતી ત્યારે કેટલા વર્ષો પછી આ અવસર આવ્યો છે તો દરેક હિન્દુ સમાજના લોકોએ આવતી 22 જાન્યુઆરીએ શ્રી રામલલ્લા મંદિરમાં બિરાજમાન થાય ત્યારે આપણા દેશના અને વિદેશમાં રહેતા તમામ હિન્દુઓ સનાતનીઓ એ ઉત્સવ ઉજવવો જોઈએ બસ એક જ લક્ષ્ય હોવો જોઈએ આવતી 22 જાન્યુઆરી અમારું ગામ અયોધ્યા ધામ બને
છેલ્લા ઘણા દિવસોથી આ ઉત્સવ ની તૈયારી કરી રહેલ દરેક તાલુકા અને ગામના શ્રીરામ ભક્તોને પણ બિરદાવ્યા હતા જિલ્લા અને તાલુકા માંથી પધારેલ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ,રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંધના દિનેશભાઈ ભટ્ટ સહીતનાઓ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આ યાત્રામાં 56 જેટલા ગામના લોકો ઉમટી પડ્યા હતા અને પાંચ ગામના મંડળને અક્ષત કળશ અર્પણ કરવામાં આવેલ હતું અને દરેક ગામોમાં શ્રી રામજી મંદિરેથી સામૈયા કરીને કળસ પધરાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ચિંતનભાઈ ઉંધાડ,પરેશભાઈ કથીરિયા,અમિતભાઈ વેગડા, વિજયભાઈ ભટ્ટી, ભાવેશભાઈ વેકરીયા,જેનીશ ભાયાણી, ધનસુખભાઈ મોવલીયા નીતિનભાઈ જોશી,કિશોરભાઈ છેલડીયા સહિતનાઓ દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.