વડોદરામાં મોબાઈલ લુંટતી બાઈકર્સ ગેંગના બે સાગરીત પકડાયા

વડોદરામાં મોબાઈલ લુંટતી બાઈકર્સ ગેંગના બે સાગરીત પકડાયા


વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી મોબાઇલ પર વાત કરતા લોકોના ફોન લૂંટી લેવાના બનાવો બનતા હોવાથી ક્રાઈમ બ્રાન્ચે વોચ રાખી બે લૂંટારાને ઝડપી પાડ્યા છે . ક્રાઈમ બ્રાંચની ટીમે બાઈક સવાર બે શાકમંદોને તપાસતા તેમની પાસેથી ત્રણ મોબાઇલ મળી આવ્યા હતા . પોલીસને પૂછપરછમાં એકનું નામ હસમુખ ઉર્ફે કનુભાઈ પરમાર ( સેવાસી ગામ , તા . વડોદરા , મૂળ ખંભાત ) અને ધનરાજ રમેશભાઈ મેડા ( દર્શનમ હાઈટ્સ પાસે વસાહતમાં સન ફાર્મા રોડ મૂળ દાહોદ ) હોવાનું ખુલ્યું હતું . આ પૈકી એક ફોન ગઈ તા . 15 મી એ પાદરા રોડ બાન્કો કંપનીની સામે થી પસાર થતા એક બાઈક સવારનો લૂંટી લીધો હોવાની , બીજો ફોન ત્રણ દિવસ પહેલા ગોત્રી નીલાંબર સર્કલ પાસે તેમજ ત્રીજો ફોન ભાઈલી નજીકથી લૂંટી લીધો હોવાની કબુલાત કરી હતી . પોલીસે બંને પાસેથી ત્રણ ફોન અને બાઈક કબજે કરી બીજા કેટલા ફોન લૂંટ્યા છે અને તેમની સાથે કેટલા સાગરીતો સંકળાયેલા છે તે મુદ્દે વધુ પૂછપરછ હાથ ધરી છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »