લિકર કિંગ વીજુ સિન્ધી મુંબઇથી સારવાર માટે દુબઇ ગયો હતો.

લિકર કિંગ વીજુ સિન્ધી મુંબઇથી સારવાર માટે દુબઇ ગયો હતો.


ગુજરાતના નામચીન લિકર કિંગ વીજુ સિન્ધી વાયા મુંબઇ થઇ દુબઇ ગયો હોવાની વિગતો જાણવા મળી છે . જો કે આ અંગે સત્તાવાર વિગતો સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જાહેર કરવામાં આવનાર છે . રાજસ્થાન અને હરિયાણાના દારૃના ઠેકેદારો સાથે સાંઠગાંઠ ધરાવતા વડોદરાના આજવા રોડ વિસ્તારના વિનોદ ઉર્ફે વીજુ મુરલીધર ઉદવાણી સામે દારૃના ૫૦ થી વધુ ગુના નોંધાયા છે . tra Fill dº || 74 % તાજેતરમાં ગોલ્ડન ચોકડી પાસે પકડાયેલા દારૃ ભરેલા ટેન્કરના બનાવની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવી રહી છે . જે દરમિયાન વીજુ દુબઇમાં હોવાની વિગતો ખૂલતાં તેની સામે રેડકોર્નર નોટિસ પણ કાઢવામાં આવી હતી . લાઈક આ દરમિયાન વીજુ દુબઇથી પકડાઇ ગયો હોવાની બિનસત્તાવાર વિગતો જાણવા મળી છે . વીજુ લીવરની સારવાર માટે મુંબઇ થઇ દુબઇ પહોંચ્યો હોવાની પણ વિગતો પ્રાપ્ત થઇ છે . જો વીજુ પકડાયો હોય તો તાજેતરમાં રમાયેલી ભારત - પાકિસ્તાન ની એશિયા કપની મેચમાં રમાયેલા સટ્ટામાં તેની સંડોવણી હતી કે કેમ તે પણ પોલીસ માટે તપાસનો વિષય રહેશે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »