ખેડૂત મિત્રોએ ચણાના પાકમાં સુકારાના રોગ સામે લેવાના થતાં પગલા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/va1s3gc8npfaflrp/" left="-10"]

ખેડૂત મિત્રોએ ચણાના પાકમાં સુકારાના રોગ સામે લેવાના થતાં પગલા


*ખેડૂત મિત્રોએ ચણાના પાકમાં સુકારાના રોગ સામે લેવાના થતાં પગલા*
***************
ખેડૂત મિત્રો દ્વારા ચણાનું વાવેતર કરવામાં આવે છે. દરેક ખેતીમાં અલગ અલગ પ્રકારના રોગો આવતા હોય છે. જેમાં ચણાના પાકમાં આવતા સુકારાના રોગ સામે વાવેતર માટે સુકારા પ્રતિકારક જાત (ગુ.ચ-૧,ગુ.ચ-૫, ગુજરાત જૂનગઢ ચણા-૬)ની પસંદગી કરવી.બીજને થાયરમ ૩ ગ્રામ/કેપ્ટાન ૩ ગ્રામ /કાર્બેન્ડાઝીમ ૫૦ વેટેબલ પાવડર ૨ ગ્રામ/ટ્રાઈકોડર્મા જૈવિક નિયંત્રક ૧૦ થી ૨૦ ગ્રામ/કિ.ગ્રા. બીજ દીઠ પટ આપીને વાવણી કરવી.વાવણી વખતે દિવેલી ખોળ હેક્ટર દીઠ ૧ ટન આપવું. તેમજ ચણા પછી બાજરી કે જુવારની ફેરબદલી કરવાથી સુકારાની જીવાતનું પ્રમાણ ઘટાડી શકાય છે. સારી ગુણવત્તા ૫ કિગ્રા.ટ્રાઈકોડર્મા પાઉડરને ૫૦૦ કિગ્રા પ્રતિ હેક્ટરે છાણિયું ખાતર/વર્મીકમ્પોસ્ટ/ડીઓઈલ્ડ દિવેલી ખોળ,રાયડાના ખોળ/લીંબોળીના ખોળ સાથે ભેળવી ચાસમાં આપવું.જેનાથી ચણામાં આવતા સુકારાના રોગ સામે નિયંત્રણ મેળવી શકાય છે. એમ જિલ્લા ખેતીવાડી અધિકારી,હિંમતનગરની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
*****************


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]