આગામી ૧૦ માર્ચથી રવિ પાકોના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/euzqxemwasmbb47h/" left="-10"]

આગામી ૧૦ માર્ચથી રવિ પાકોના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે


*આગામી ૧૦ માર્ચથી રવિ પાકોના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે*
********************
રવિ-૨૦૨૨-૨૩માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ ટેકાના ભાવે તુવર,ચણા,રાયડાની ખરીદી આગામી તા.૧૦ માર્ચ ૨૦૨૩ થી શરૂ કરવામાં આવશે. ભારત સરકાર દ્વારા ખરીફ/રવિ૨૦૨૨-૨૩ માટે તુવર માટે રૂ. ૬૬૦૦/- પ્રતિ ક્વિ.,ચણા માટે રૂ.૫૩૩૫/- પ્રતિ/ક્વિ. અને રાયડા માટે રૂ.૫૪૫૦/- પ્રતિ/ક્વિ. ટેકાનો ભાવજાહેર કરવામાં આવેલ છે. ખરીદી અન્વયે તા.૦૧ ફેબ્રુઆરી થી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમ્યાન ગ્રામ્ય કક્ષાએ વિ.સી.ઇ. મારફતે ખેડુત નોંધણી નાફેડના ઇ- સમૃધ્ધી પોર્ટલ પર કરવાની રહેશે.એમ જિલ્લા ખેતીવાડી અધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.
**************


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]