સાયકલ લઈને ચૂંટણી પ્રચાર બોટાદ શહેર ભાજપ પ્રમુખ જિલ્લા યુવા ભાજપ પ્રમુખે સાયકલ લઈને પ્રચાર કર્યો શરૂ - At This Time

સાયકલ લઈને ચૂંટણી પ્રચાર બોટાદ શહેર ભાજપ પ્રમુખ જિલ્લા યુવા ભાજપ પ્રમુખે સાયકલ લઈને પ્રચાર કર્યો શરૂ


આગામી લોકસભાની ચૂંટણીને લઇ બોટાદ જિલ્લા યુવા મોરચા ભાજપ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં સાયકલ યાત્રા કાઢી મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું. યુવાનો તેમજ લોકોને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી ગુજરાત આગામી સાતમી મેના રોજ 26 લોકસભાની બેઠક માટે મતદાન થવાનું છે ત્યારે ભાવનગર લોકસભાની બેઠક માટે બોટાદ ખાતે જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા આજરોજ શહેરમાં આવેલા મુખ્ય માર્ગો તેમજ અલગ અલગ વિસ્તારમાં મતદાન જાગૃતિ માટે સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા યુવા મોરચાના પ્રમુખ જીગ્નેશ બોલિયા શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાંત સાવલિયા સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા સાયકલ યાત્રામાં બેનરો હાથમાં રાખી યુવાનો તેમજ લોકોને મતદાન કરવા માટેની અપીલ કરવામાં આવી હતી તેમજ ખાસ કરીને જે પહેલી વખત મતદાન કરવાના છે તે યુવાનો અને યુવતીઓ ને ખાસ પેમ્પલેટ વિતરણ કરી અને મતદાન માટે અપીલ કરવામાં આવી હતી જેમાં તે પોતે તેમજ તેમના પરિવારજનો પણ સાથે લોકશાહીના આ પર્વમાં મતદાન કરે તે માટે માહિતી આપી હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.