રાજવી ગોલામાંથી પડતર રબડી, એક્સપાયરી ડેટ વિતી ગયેલી શરબતની બોટલ; ઘનશ્યામ ફૂડમાંથી અખાદ્ય નૂડલ્સનો નાશ - At This Time

રાજવી ગોલામાંથી પડતર રબડી, એક્સપાયરી ડેટ વિતી ગયેલી શરબતની બોટલ; ઘનશ્યામ ફૂડમાંથી અખાદ્ય નૂડલ્સનો નાશ


રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરતા દુકાનદારોને ત્યાં રેડ પાડવામાં આવી હતી. જેમાં રાજવી ગોલામાંથી પડતર રબડી, ફ્લેવર્સ સોડામાંથી એકસપાયરી ડેટ વિતી ગયેલી શરબતની બોટલ, ઘનશ્યામ ફૂડમાંથી અખાદ્ય નૂડલ્સનો નાશ કરવામાં આવ્યો હતો, તો હાલમાં ઉનાળામાં મસાલાની સિઝન ચાલી રહી છે. ત્યારે રાય અને જીરુંના નમુના પણ લેવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.