સિવિલ હોસ્પિટલમાં દર્દીનો પાંચમા માળેથી કૂદવાનો પ્રયાસ - At This Time

સિવિલ હોસ્પિટલમાં દર્દીનો પાંચમા માળેથી કૂદવાનો પ્રયાસ


સિવિલ હોસ્પિટલમાં બીમારી સબબ સારવાર લઇ રહેલા દર્દીએ ટ્રોમા સેન્ટરના પાંચમા માળેથી કૂદકો મારવાનો પ્રયાસ કરતા ફાયરબ્રિગેડ સ્ટાફે તુરંત પહોંચી યુવકને બચાવી લઇ તેની પૂછતાછ કરતા તે મૂળ મધ્યપ્રદેશનો અને હાલ અમરેલીના નાની વડાળી ગામે મજૂરીકામ કરતો હોવાનું અને છેલ્લા છ દિવસથી પગની સારવાર માટે હોસ્પિટલમાં પાંચમા માળે દાખલ હોય મરી જવાના રટણ સાથે રાત્રીના વોર્ડના બાથરૂમની બારી તોડી છાજલી પર આવતા લોકો એકઠા થઇ ગયા હતા અને જાણ કરતા ફાયરબ્રિગેડે યુવકને બચાવી લઇ ફરી વોર્ડમાં દાખલ કરી દીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.