શ્રી વિશા ઓસવાળ જૈન કન્યા વિદ્યાલય લાકડિયા માં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી - At This Time

શ્રી વિશા ઓસવાળ જૈન કન્યા વિદ્યાલય લાકડિયા માં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી


શ્રી વિશા ઓસવાળ જૈન કન્યા વિદ્યાલય લાકડિયા માં શિક્ષક દિવસની ઉજવણી ખુબજ ઉત્સાહપૂર્વક કરવામાં આવી. જેમાં શાળા ની વિદ્યાર્થિનીઓને સાથે મળી શિક્ષક દિવસ ની ઉજવણી કરી. આજે વિદ્યાર્થિની ઓ એ શાળા નું સંચાલન કર્યું હતું
એક દિવસ માટે બનેલા આચાર્ય ગામોટ રિદ્ધિ અરવિંદભાઇ અને ઉપ આચાર્ય ગૌસ્વામી અંજલી ભરતનાથ એ બધી વ્યવસ્થા કરી હતી.કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ,અભ્યાસ,શિક્ષકથી લઈને ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિની સફર કેવી રીતે કરી એની વિસ્તૃત માહિતી આપીને, તેમના જન્મદિવસને સ્વયમ્ શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે તેવી સરસ માહિતી પ્રદાન કરી હતી તેમજ વિદ્યાર્થિનીઓ ને શિક્ષક દિન થી વાકેફ કર્યા હતા.સાચા શિક્ષકો બની દરેક વિષયમાં રસ લઈને ખુબજ સારું શિક્ષણ કાર્ય કરી રહ્યા હતા.જાણે તેઓ સાચેજ એક શિક્ષક હોય તેવા ભાવ સાથે શિક્ષણકાર્ય કરતાં હતા. જેનું આચાર્ય દરેક વર્ગમાં શિક્ષકમિત્રો કેવું અધ્યાપન કરી રહ્યાં હતાં તેનું અવલોકન કરતાં હતા.જ્યાં ગેરશિસ્ત દેખાય ત્યાં ટકોર કરતાં હતા. અને એક દિવસનું શિક્ષણકાર્યનો બોજ સુચારુ,વ્યવહારુ તેમજ વિદ્યાર્થિની ના અભિગમને ધ્યાનમાં રાખી કરતાં હતા.શાળા ની તમામ વિદ્યાર્થિનીઓ એક દિવસના બનેલા શિક્ષકોને માન અને સહકાર આપ્યો હતો.

વર્ગનાં દરેક વિદ્યાર્થિની માં શિક્ષક ની છબી ઝીલતી હોય છે પણ કેવી છબી ઉપસાવી એ શિક્ષક એ નક્કી કરવાનું છે

આજના નાના સરખા કાર્યક્રમમાં શાળા ની વિદ્યાર્થિની ઓ અને શાળાના આચાર્ય શ્રી મયુરસિંહ અને ઉપ આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલે આજના શિક્ષક દિવસ નું મહત્વ બતાવ્યું. સાથે સાથે શાળાની કાર્યશેલી , અને શાળા ની પ્રગતિ નો ચિતાર રજુ કર્યો. જેમાં મદદનીશ શિક્ષક વંદનાબેન, હેતલબેન, નર્મદાબેન, રિંકલબેન હાજર રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો

અહેવાલ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો : 9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.