અવસર લોકશાહીનો... બોટાદ જિલ્લો - At This Time

અવસર લોકશાહીનો… બોટાદ જિલ્લો


નાના બાળકોને લઈને મતદાન મથકે જતા બોટાદ જિલ્લાના મહિલાઓની ચિંતા થઈ દૂર : મતદાન મથક ખાતે રાખવામાં આવેલા ઘોડિયામાં આંગણવાડીની બહેનોએ બાળકોને ઝુલાવ્યા

મહિલાઓને મતદાન કરવા જવું છે પણ સાથે નાના બાળકો છે... તો તેમને કોની પાસે સલામત રીતે રાખીને જવા? મહિલાઓની આ સમસ્યા સમજતા બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી વ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ દરેક મતદાન મથક ખાતે અલાયદી ઘોડિયાની વ્યવસ્થા કરવામાં આવી છે સાથેસાથે 2 સ્વયં સેવકોની પણ નિમણૂક કરવામાં આવી છે, જે આ નાના બાળકોને ઘોડિયામાં ઝુલાવી તેમની કાળજી લઈ શકે. બોલો મહિલાઓ હવે છે કોઈ ચિંતા... તો હવે તમે તમારા નાના બાળકોને પણ સાથે લઈ જઈને નિશ્ચિંતપણે મતદાન કરવા જાઓ..

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.