લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ - At This Time

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪


બોટાદમાં યુવાનો હોંશભેર પહોંચ્યાં મતદાન મથકે

આજે સૌપ્રથમ વાર મતદાન કરી લોકશાહીમાં ભાગીદારી નોંધાવવાનો હરખ હોવાનું જણાવતાં યુવા મતદારો કોલેજમાં અભ્યાસ કરતા બોટાદના યુવા મતદાર સોનગરા કેવિને સૌપ્રથમ વાર મતદાન કર્યું હતું આ તકે તેમણે જણાવ્યું હતું કે, “આ ઉત્સવમાં સૌએ આનંદભેર જોડાવું જોઇએ આજે દિવાળી જેવો માહોલ જામ્યો છે હું આજે પહેલીવાર આ ‘અવસર’માં સહભાગી બન્યો તેનો મને આનંદ છે.” લોકશાહીમાં ભાગીદારી નોંધાવવાનો હરખ હોવાનું જણાવતાં કેવિને વધુમાં ઉમેર્યું કે, “વોટ આપવો એ આપણો હક તો છે જ પરંતુ ફરજ પણ છે જેથી સૌએ તે નિભાવવી જોઇએ.”

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.