સાબરકાંઠા જીલ્લા જેલ ખાતેથી કાચા કામના સજા હેઠળના પેરોલ જમ્પ કરેલ નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા - At This Time

સાબરકાંઠા જીલ્લા જેલ ખાતેથી કાચા કામના સજા હેઠળના પેરોલ જમ્પ કરેલ નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા


સાબરકાંઠા જીલ્લા જેલ ખાતેથી કાચા કામના સજા હેઠળના પેરોલ જમ્પ કરેલ નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા પોલીસ મહાનિરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી.વિશાલકુમાર વાઘેલા સા.શ્રી નાઓએ સાબરકાંઠા જિલ્લામાં પેરોલ જમ્પ કરેલ નાસતા ફરતા ઇસમોને પકડી પાડવા અસરકારક કામગીરી કરવા આપેલ આદેશ મુજબ શ્રી.એમ.ડી. ચંપાવત પો.ઇન્સ . એલ.સી.બી.નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી બી.યુ.મુરીમા પો.સ.ઇ.શ્રી પેરોલ ફર્લો સ્કોર્ડ હિંમતનગર નાઓની સુચના મુજબ એ.એસ.આઇ ઇન્દ્રસિંહ તથા એ.એસ.આઇ. રજુસિંહ તથા હે.કો. ધર્મેન્દ્રસિંહ તથા હે.કો.કલ્પેશકુમાર પ્રવિણભાઇ તથા અપોકો જશુભાઇ નાઓ કાર્યરત રહેલ દરમ્યાન એ.એસ.આઇ.રજુસિંહ તથા હે.કો.ધર્મેનદ્રસિંહ નાઓની સંયુક્ત બાતમીરાહે હકીકત મેળવી હિંમતનગર સબ જેલના કાચા કામના કેદી નં .૫૦૩ વિનોદભાઇ શાંતિલાલ સોલંકી રહે.રામેશ્વર તળાવ પાસે ઇડર તા.ઇડર જી.સાબરકાંઠા વાળાને નામદાર એડી.જ્યુડી.મેજી.કોર્ટે ઇડરનાઓના હુકમ મુજબ બે માસ માટે વચગાળા જામીન ઉપર જેલ મુક્ત કરવામાં આવેલ હતો જે આધારે જામીન પુર્ણ થતાં સબજેલ હિંમતનગર ખાતે હાજર થવાનુ હતુ પરંતુ આરોપી હાજર થયેલ નહી અને વચગાળાના જામીન ઉપરથી નાસતો ફરતો હોય જેને આજરોજ તા .૧૯ / ૦૬ / ૨૦૨૨ ના રોજ ઇડરથી પકડી જીલ્લા જેલ હિંમતનગર ખાતે સોંપવામાં આવેલ છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.