સુઈગામ થી લીંબુણી રોડ પર જીપડાલું પલટયું.૧૫થી વધુ લોકોને નાની મોટી ઇજાઓ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/thxmlktdf15cogji/" left="-10"]

સુઈગામ થી લીંબુણી રોડ પર જીપડાલું પલટયું.૧૫થી વધુ લોકોને નાની મોટી ઇજાઓ.


સુઇગામ તાલુકાના લીંબુણી પાટિયાથી આગળ સુઇગામ નજીક ધોરા પર જતાં એક જીપડાલા નું આગળનું ટાયર ફાટતાં કાબુમાં કરવામાં જતા જીપડાલું રોડ વચ્ચે જ પલટી ગયું હોવાની જાણકારી મળી છે,આ બનાવની મળેલી પ્રાથમિક વિગત મુજબ એક જીપડાલું સુઇગામ તરફ જઈ રહ્યું હતું,જેમાં 15 થી 20 લોકો સવાર હતા અને નડાબેટ દર્શન કરવા જઈ રહ્યા હતા,દરમ્યાન લીંબુણી પાટિયા થી આગળ સુઇગામ ત્રણ રસ્તાની નજીક ધોરા પર જતાં અચાનક જીપડાલાનું ટાયર ફાટી જતા ડ્રાયવરે જીપડાલા ને કાબુમાં લેતાં ડાલું રોડ વચ્ચે જ પલટી ગયું હતું,જેમાં સવાર 15 જેટલા લોકોને નાની મોટી ઇજાઓ થતાં 108 મારફતે સુઇગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઇજાગ્રસ્તોની સારવાર કરવામાં આવી હતી,જે પૈકી 3 ને વધુ ઇજા હોઈ આગળ વધુ સારવાર અર્થે ખસેડાયા હોવાનું જાણવા મળે છે,બનાવના પગલે મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા,અને અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર અર્થે ખસેડવામાં મદદરૂપ બન્યા હતા.

*રિપોર્ટ-જીતેન્દ્રસિંહ ઝાલા*
*સુઈગામ*મો.૯૯૦૪૦૨૩૮૬૨.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]