ધનાણા ગામમાં દૂધડેરી વિશે અરજીઓ કરનાર અરજદારના માથામાં ધોકો મારતાં, મંત્રી,ટેસ્ટર,અને અન્ય બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. - At This Time

ધનાણા ગામમાં દૂધડેરી વિશે અરજીઓ કરનાર અરજદારના માથામાં ધોકો મારતાં, મંત્રી,ટેસ્ટર,અને અન્ય બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ.


બનાવની પ્રાપ્ત વિગત મુજબ સુઇગામ તાલુકાના ધનાણા ગામના મહેન્દ્રસિંહ પીરજી ચૌહાણ બુધવારે બપોરે પોતાના ખેતરેથી ઘર તરફ જતા હતા,દરમ્યાન ગામમાં આવેલ દૂધ ડેરી નજીકથી નીકળતા દુધડેરીના મંત્રી અને તેમના કુટુંબી ઇન્દ્રસિંહ પીરજી ચૌહાણે મહેન્દ્રસિંહને નજીક બોલાવી અમારા વિરુદ્ધ ભ્રષ્ટાચારની ખોટી અરજીઓ કેમ કરે છે,તેમ કહી ટેસ્ટર ઉત્તમસિંહ અનોપસિંહ ચૌહાણ અને બન્ને જણા ભૂંડી ગાળો બોલવા લાગેલ,જે અંગે ફરીયાદી એ ગાળો બોલવાની ના પાડતા દૂધ ડેરીના ટેસ્ટર ઉત્તમસિંહે ડેરીમાં રાખેલો ધોકો મહેન્દ્રસિંહના માથામાં માર્યો હતો,દરમ્યાન હોહા થતાં નજીકમાં આશાપુરા માતાજીના મંદિરે બેસતા વર્ષ નિમિતે કસુંબો રાખેલ હોઈ ત્યાંથી પહાડજી ભાવસિંગજી ચૌહાણ અને અનોપસિંહ પચાણજી ચૌહાણ બન્ને જણા પણ ત્યાં આવી ગયા હતા,અને દુધડેરી મંત્રી ઇન્દ્રસિંહે મહેન્દ્રસિંહને પકડી રાખેલ અને આ બન્ને જણાએ ગડદાપાટુનો માર મારવા લાગેલ,તે સમયે બચાવો ની બુમો પાડતાં શિવુભા પીરજી ચૌહાણ અને માનસંગભાઈ સવા ભાઈ ચૌહાણ બન્નેએ વચ્ચે પડી મહેન્દ્રસિંહને વધુ મારથી છોડાવેલ,દરમ્યાન માથાના ભાગે ઇજા થયેલ હોઈ મહેન્દ્રસિંહને સુઇગામ સરકારી દવાખાને સારવાર કરાવેલ,જે અંગે તેમણે 4 ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપતાં પોલિસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર-ઝાલા જીતેન્દ્રસિંહ-સુઈગામ.
m.૯૯૦૪૦૨૩૮૬૨.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon